નવી દિલ્હી: ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ ભારતીય સેનામાં મહિલા કમિશનને સ્થાયી બનાવવાના કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ભાજપ સાંસદે કહ્યું કે, મોદી સરકારેનું સપનું હતું, 2018 PM મોદીએ લાલા કિલ્લાથી મહિલા સ્થાયી કમિશનની જાહેરાત કરી હતી.
ભાજપ સાંસદે કહ્યું કે, આ મુદ્દે પહેલા આપત્તિ વ્યક્ત કરવામાં આવી હતી. કોર્ટના નિર્ણય બાદ સરકારની મુશ્કેલી દૂર થઈ છે. મહિલાઓ માટે સરકાર ટૂંક સમયમાં જ સ્થાયી કમિશન બનાવશે. હવે પુરુષોની સાથે મહિલાઓને પણ બરાબરીનો હક્ક મળશે.