લેહઃ છેલ્લા કેટલાક સમયથી દેશના અલગ અલગ ભાગમાં ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે, ત્યારે લદ્દાખના કારગિલમાં રવિવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.
તમને જણાવી દઈએ કે, આ ભૂકંપ કારગિલથી 433 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં અનુભવાયો છે. આ પહેલા ગુરુવારના રોજ લદ્દાખમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાયો હતો.
નેશનલ સેન્ટર ફૉર સીસ્મોલૉજી અનુસાર, ભૂકંપ કારગિલથી 119 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં આવ્યો હતો. ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિનું નુકસાન થયું હોવાની જાણકારી મળી નથી.