નવી દિલ્હીઃ લોકડાઉન હોવા છતા તબલીગી જમાતનું આયોજન કરવામાં મુખ્ય ભુમિકા ભજવનાર જમાતના મુખ્યા મૌલાના મહંમદ સાદ કંધાલવી તેના કોઈ અંગત સગાને ત્યાં દક્ષિણ-પૂર્વ દિલ્હીના વિસ્તારમાં હોમ કોરોન્ટાઈનમાં હોવાની શક્યતા સેવાઈ રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, મૌલાના મોટાભાગે મરકઝ નિવાસમાં અથવા કંધલામાં તેમના પૂર્વજોના ઘરે રહે છે. મરકઝ ચીફ શૂરાની સલાહના વિરુદ્ધમાં તબલીગી જમાતની ટોચની પોસ્ટ પર પહોંચ્યા ત્યારથી વિવાદિત રહ્યા છે જેના કારણે તબલીગી જમાતનું વિભાજન થયું હતું.
દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાંચે સીઆરપીસીની કલમ 91 હેઠળ મૌલાના સાદને બીજી નોટિસ ફટકારી હતી, પરંતુ હાજર રહેવાના બદલે તેમણે વકીલને આગળ ધર્યા હતા.
મૌલાના સાદના વકીલ ફુઝૈલ અહમદ આયુબીએ જણાવ્યું હતું કે, "એફઆઈઆરને અનુલક્ષીને, પોલીસ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા તમામ તપાસમાં મરકજે સહયોગ આપ્યો છે. ભવિષ્યમાં પણ આ જ રીતે સહકાર આપીશું."