ETV Bharat / bharat

કોવિડ-19: નર્સિંગ હોમમાં ફરજ બજાવતા ડૉક્ટર દંપતીનો રિપોર્ટ પોઝિટિવ, સ્ટાફને કર્યો ક્વોરેન્ટાઈન

author img

By

Published : May 11, 2020, 8:53 AM IST

મથુરામાં એક ખાનગી નર્સિંગ હોમમાં ફરજ બજાવતા ડૉક્ટર દંપતીનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ નર્સિંગ હોમના સ્ટાફને ક્વોરેન્ટાઈ કરવામાં આવ્યો હતો.

COVID-19
કોવિડ-19

ઉત્તર પ્રદેશ: મથુરાના એક ખાનગી નર્સિગ હોમમાં કાર્ય કરતા ડૉક્ટર દંપતીનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે કારણે આ નર્સિંગ હોમના બે ડઝનથી વધુ સ્ટાફના સભ્યોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ બાબતે એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.

જિલ્લા મેજિસ્ટ્રેટ સર્વજ્ઞ રામ મિશ્રાએ જણાવ્યું હતું કે, શનિવારે મોડી સાંજે કોરોનાના રિપોર્ટ આવ્યા હતા. જે બાદ કોસિકલાન સ્થિત નર્સિંગ હોમના સ્ટાફ સભ્યોને અહીં ક્રિષ્ના કુટીર ક્વોરેન્ટાઈન સેન્ટર મોકલવામાં આવ્યા હતા.

સર્વજ્ઞ રામ મિશ્રાએ જણાવ્યું હતું કે, ડૉક્ટર દંપતીને સારવાર માટે કે ડી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે નર્સિંગ હોમ સ્થિત કોસિકલાનનો આર્ય નગર વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે.

જિલ્લા મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ દરમિયાન મંડી સમિતિ પરની પ્રવૃત્તિઓ તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી છે. મંડી પર અનાજ અથવા શાકભાજીનું જથ્થાબંધ કે છૂટક વેચાણ આગામી આદેશ સુધી નહીં થાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.