ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જૈસિંડા અર્ડર્નએ આ ઘટના વિશે કહ્યું કે, ક્રાઈસ્ટચર્ચ મસ્જિદમાં ફાઈરિંગ થયું છે. આ ઘટના દેશ માટે કાળો દિવસ સમાન છે. આ ઘટનામાં પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી છે, પરતું તેમની પાસે હજુ આ બાબતે વધુ જાણકારી પ્રાપ્ત થઈ નથી.
શહેરને લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ શહેરની અંદર કે બહાર નહી જઈ શકે. પોલીસે કહ્યું કે ક્રાઇસ્ટચર્ચમાં એક હુમલાવર સક્રિય છે, જેથી હાલાત હજુ ગંભીર છે.
હાલમાં આ ઘટના બની તે સમયે જ ત્યાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ ન્યૂઝીલેન્ડની મુલાકાતે હતી. ટીમને કોઇ પણ નુકસાન નથી થયું. પ્રાપ્ત વિગતો મુજબ ટીમ તે સમય ક્રાઇસ્ટચર્ચમાં જ હતી. બાંગ્લાદેશના ખેલાડીઓ નમાજ માટે મસ્જિદમાં ગયા હતા. પરતું તે જ દરમિયાન એક શખ્સે ગોળીબારી શરૂ કરી હતી. જો કે, આ ઘટનામાં કોઈ પણ ખેલાડીને નુકાસાન નથી પહોચ્યું.
અહીં જાણવા જોગ છે કે, અલ નૂર મસ્જિદ ક્રાઇસ્ટચર્ચ શહેરની વચ્ચે છે. લોકોએ જણાવ્યું કે, તેમણે ત્યાં અમુક લોકોને જોયા હતા, પરતું કહી ન શકાય કે તે પોલીસ હતી કે કોઈ બીજુ. એવું જાણવા મળ્યું છે કે, આ હુમલાવર આર્મીના વેશમાં હતો.