પૂર્વ વડાપ્રધાને મુંબઇમાં એક કાર્યક્રમમાં મહારાષ્ટ્રની સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમને કહ્યું કે, છેલ્લા 5 વર્ષોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે કારખાના બંધ થયા છે.
પૂર્વ વડાપ્રધાને કહ્યું કે મહારાષ્ટ્રમાં કારોબારી ધારણા બહુ કમજોર થઇ છે અને તેના કારણે કારખાનાઓ બંધ થઇ રહ્યા છે.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મનમોહન સિંહે મુદ્રાસ્ફીતિના મામલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતાં.
મનમોહન સિંહ મુજબ મુદ્રાસ્ફીતિને દબાવી રાખવાની સનકના કારણે આજે ખેડૂત મુશીબતમાં છે, સરકારની આયાત-નિર્યાત નીતિ એવી છે જેમાં સમસ્યાઓ ઉભી થઇ રહી છે.
તેમને વધુમાં જણાવ્યું કે, કેન્દ્રની ભાજપ સરકાર ફક્ત વિપક્ષ પર આરોપ લગાડવામાં લાગેલી છે. તેઓ સમસ્ચાના સમાધાન શોધવામાં નિષ્ફળ થઇ છે. કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર બંન્ને લોકો અનુસાર નીતિ નહી અપનાવા માગી છે, જેના કારણે લોકો તકલીફમાં છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણીના ધ્યાને રાખી મનમોહન સિંહ વારંવાર મુંબઇમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે.