વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વિશેષ કાર્યક્રમ 'મન કી બાત'નો 59મો એપિસોડ પ્રસ્તુત કર્યો. જેમાં તેમણે દેશવાસીઓ સાથે પોતાના મનની વાત કરતા અયોધ્યા સહિતના મુદ્દે વાત કરી.
PM મોદીએ NCC દિવસ પર નેશલ કેડેટ કોર (NCC)ને શુભેચ્છા પાઠવી.
તેમણે NCC સાથે જોડાયેલી પોતાની યાદો રજૂ કરી. તેમણ કહ્યું...
- સામાન્ય રીતે યુવા પેઢીને ફ્રેન્ડશીપ દિવસ ચોક્કસપણે યાદ રહેતો હોય છે, પરંતુ ખૂબ ઓછા લોકોને NCC Day યાદ રહે છે. હું NCCના તમામ જૂના અને હાલના કેડેટને NCC દિવસની ખૂબ-ખૂબ શુભેચ્છા પાઠવું છુ.
- નસીબદાર છુ કે, બાળપણમાં મારા ગામની શાળામાં એનસીસી કેડેટ રહ્યો. જેથી મને શિસ્ત અને નિયમોની ખબર છે. તેના કારણે આત્મવિશ્વાસ પણ વધે છે, આ તમામ વસ્તુઓ મને બાળપણમાં NCC કેડેટ તરીકેના અનુભવમાં શીખવા મળી.
- ફીટ ઈન્ડિયા સપ્તાહમાં વિદ્યાર્થીઓ સાથે તેમના માતા-પિતા અને શિક્ષકો પણ ભાગ લઈ શકે છે.
- 7 ડિસેમ્બરે આર્મ્ડ ફોર્સ ફ્લેગ દિવસ ઉજવાય છે. આ દિવસે આપણે આપણા સૈનિકોને, તેમના શૌર્યને અને બલિદાનને યાદ કરીએ છે, ઉપરાંત યોગદાન પણ આપીએ છે.
- ભારતમાં #FITINDIAMOVEMENTથી તમે બધા વાકેફ હશો. CBSEએ આ પ્રશંસનીય પહેલ કરી છે.
- હું તમામ શાળાઓને આહ્વાન કરૂ છુ કે ફીટ ઈન્ડિયા રેન્કિંગમાં સામેલ થાય અને ફીટ ઈન્ડિયા ઈન્ડિયા સહજ સ્વભાવ બને.
- અયોધ્યા મુદ્દે 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો, ત્યારે 130 કરોડ ભારતવાસીઓએ સાબિત કર્યુ કે તેમની માટે દેશહિતથી વધારે કંઈ પણ નથી.