નવી દિલ્હીઃ દિલ્હીમાં એક મહિલા વકીલ સાથે દુષ્કર્મનો કેસ સામે આવ્યો છે. નિઝામુદ્દીન વિસ્તારમાં 23 વર્ષીય આરોપીને પીડિતાના ઘરે કથિત રીતે ઘુસવા અને દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ સોનૂના રુપમાં કરવામાં આવી છે. આરોપીએ મહિલાનું ગળું દબાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આરોપી મહિલા વકીલના ઘરે 17 મેના બાલકની દ્વારા ઘુસ્યો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ મહિલાનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મહિલા બુમો પાડ્યા બાદ તે ફરાર થઇ ગયો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી અને તે સંબંધમાં કેસ દાખલ કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, સોનૂની ઓળખ વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજથી થઇ છે અને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત તે ચોરીના મામલામાં પણ સામેલ હતો.