પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ વડાપ્રધાન દ્વારા આયોજીત સર્વદળીય બેઠકમાં આવવાનો નનૈયો ભણ્યો છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી એક દેશ એક ચૂંટણી સંદર્ભે સર્વદળીય બેઠક બોલાવી છે. દીદીએ કેન્દ્રીયપ્રધાન પ્રહ્લાદ જોશીને પત્ર લખી સૂચના આપી છે કે વડાપ્રધાન દ્વારા બોલાવાયેલી બેઠકમાં તેઓ હાજર નહી રહી શકે.
મમતાએ પત્રમાં લખ્યું છે કે, કેન્દ્ર ઉતાવળે નિર્ણય લેવાની બદલે એક દેશ એક ચૂંટણી માટે શ્વેત પત્ર તૈયાર કરે. વડાપ્રધાને આ સર્વદળીય બેઠકમાં તમામ રાજકીય પક્ષોના પ્રમુખોને આમંત્રણ આપ્યું છે. એવા પક્ષો જેમની પાસે લોકસભા અને રાજ્યસભામાં ઓછામાં ઓછા એક-એક સદસ્ય હોય, તેવા તમામ રાજકીય પક્ષોના પ્રમુખોને વડાપ્રધાને આ બેઠક માટે આમંત્રણ પાઠવ્યું છે.
મમતા બેનર્જીએ પ્રહ્લાદ જોશીને લખેલો પત્ર 19 જૂને યોજાનારી આ બેઠકમાં મહત્વના મુદ્દાઓનો સમાવેશ કરાયો છે. જેમાં એક દેશ એક ચૂંટણી, 2022માં દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવા મુદ્દે અને આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના મુદ્દા સમાવિષ્ટ કરાયા છે. આ બાદ 20 જૂને તમામ સાંસદોની એક સાથે મિટીંગ યોજાશે. લોકસભામાં સત્તાધારી ભાજપ પાસે સૌથી વધુ 303, કોંગ્રેસ પાસે 52 અને દ્રમુક પાસે 23 સાંસદો છે. સંસદીય કાર્યપ્રધાન પ્રહ્લાદ જોશીને લખેલા પત્રમાં દીદીએ એક દેશ એક ચૂંટણી પર વિશેષજ્ઞો સાથે વિચાર-વિમર્શ કરવા જણાવ્યું છે. આટલા ઓછા સમયમાં એક દેશ એક ચૂંટણી જેવા સંવેદનશીલ અને ગંભીર વિષય પર યોગ્ય પ્રતિક્રિયા ન આપી શકાય. આ બાબતે સંવૈધાનિક વિશેષજ્ઞો, ચૂંટણી વિશેષજ્ઞ અને પક્ષના સભ્યો સાથે વિમર્શ કરવાની જરૂરિયાત છે.મમતાએ પત્રમાં લખ્યું છે કે આ બાબતે ઉતાવળ કર્યા વગર, હું આપને વિનંતી કરીશ કે તમામ રાજકીય પક્ષોને આ વિષય પર એક શ્વેત પત્ર જાહેર કરીને જરૂરી સમય આપીને તેમના વિચારો જાણવામાં આવે, જો આમ કરવામાં આવે તો અમે યોગ્ય સૂચનો આપી શકીએ. બેનર્જીએ કહ્યું કે તેમનો પક્ષો આઝાદીના 75 વર્ષ અને મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના પ્રસંગમાં ભાગ લેશે, પરંતુ સંસદીય વિભાગ પણ રાજકીય પક્ષો સાથે વિમર્શ કરી શકે છે.મમતાએ પત્રમાં લખ્યું કે 'તમામ પક્ષો જે નિર્ણય કરશે, તેમાં અમે સહમત થઈશું.'