નવી દિલ્હીઃ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની જીત પરિણામ પહેલા જ જાહેર થઈ ગઈ છે. કારણ કે, અત્યાર સુધીમાં ‘આપ’ને 55થી વધુ બેઠકો પર જીત મેળવી છે. ભાજપની લોકપ્રિયતા કેજરીવાલની કાર્યક્ષમતા સામે નબળી સાબિત થઈ છે, ત્યારે કોંગ્રેસ મેદાનમાં આવતાં પહેલા જ આઉટ થઈ ગયું છે.
આમ, પરિણામ પહેલા દિલ્હીમાં ‘આપ’ની સરકાર બનતા જોઈને પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, આંધ્રપ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડૂ સહિત કેટલાય નેતાઓ કેજરીવાલને શુભેચ્છા પાઠવી રહ્યાં છે.