આ બંને ઘણીવાર ડિનર ડેટ પર સાથે જોવા મળ્યાં છે. ત્યારે મહત્ત્વની વાત એ છે કે, અર્જુન તો મલાઈકાની ગર્લ ગેંગની પાર્ટીનો પણ ભાગ બની ગયો છે. આ બંનેના અફેરની ઘણી ચર્ચા થઈ રહી છે.
- http://hindi.eenaduindia.com/Entertainment/Bollywood/2019/02/18075807/malaika-arora-on-lunch-date-with-son-and-boyfriend.vpf
રવિવારે અર્જુન અને મલાઈકાને એકવાર ફરી મુંબઈના એક રેસ્ટોરન્ટમાંથી લંચ કરીને આવતા જોવા મળ્યા હતા. આ વખતે મલાઈકાનો પુત્ર અરહાન ખાન પણ તેમની સાથે હતો. મલાઈકા વાઈટ શર્ટ, લાઈટ બ્લુ જિન્સ સાથે કેપ પહેરી હતી.
અર્જુનના રેસ્ટોરન્ટમાંથી બહાર આવતા જ તેમના કેટલાક ફેન્સ તેમની સાથે સેલ્ફી લેવા આવી પહોંચ્યા હતા.
તમને જણાવી દઈએ કે, મલાઈકા અને અર્જુનની વધતી નજીકતાને લઈને સલમાન ખાનની નારાજગીની માહિતી આવી ગઈ છે. તો ચર્ચા એ પણ થાય છે કે, બંને જલ્દી જ લગ્ન કરી શકે તેમ છે. આ વાત પર સલમાનનું શું રિએક્શન હશે તે જોવા જેવી બાબત છે.