બોલીવુડના પ્રખ્યાત દિગ્ગજ દિગ્દર્શક મહેશ ભટ્ટે મુંબઇમાં નાગરિકતા સુધારો બિલ સામેના વિરોધ આંદોલનમાં ભાગ લીધો હતો. આંબેડકરના નિવાસસ્થાન ખાતે આંદોલન દરમિયાન પ્રદર્શનના ભાગ રૂપે, ફિલ્મ નિર્માતા સહિત આંદોલનમાં ઉપસ્થિત લોકોએ બંધારણની પ્રસ્તાવના વાંચી હતી.

પીઢ ફિલ્મ નિર્માતાએ તેમના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરી છે, જેમાં પ્રદર્શકારીઓ સાથે દિગ્દર્શક પણ ડૉ. બી.આર. આંબેડકરના નિવાસ સ્થાન રાજગૃહ ખાતે હાજર છે.

ડાયરેક્ટરે એક ફોટા સાથે નીચે કેપ્શનમાં લખ્યું છે કે, અમે ભારતના લોકો, ભારતને સંપુર્ણ પ્રભુત્વપુર્ણ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય બનાવવા આતુર છીએ. (આંબેડકર નિવાસસ્થાન પર આપણા બંધારણની પ્રસ્તાવના વાંચ્યા પછી)

નાગરિકતા બિલ (સુધારા) મુજબ બિન-મુસ્લિમ લોકો 31 ડિસેમ્બર, 2014 પહેલા ભારત આવેલા છે, તેમને નાગરિકતા આપવામાં આવશે.
આ બિલને સંસદના બંન્ને ગૃહોમાં સરળતાથી પસાર થઈ ગયું હતું. આ ખરડો ગુરૂવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હસ્તાક્ષર કર્યા બાદ આ ખરડો કાયદો બની ગયો છે.
આ બિલને કારણે દેશભરમાં હિંસક અને આહિંસક બંન્ને પ્રકારે વિરાધ પ્રદર્શન કરી રહ્યાં છે.
તાજેતરમાં દિગ્દર્શક-અભિનેતા ફરહાન અખ્તરે રવિવારે સોશિયલ મીડિયા યુઝરને કટ્ટરપંથી ગણાવ્યો હતો, યુઝરે અભિનેતાને મુસ્લિમો સુધી પહોંચી અને નાગરિકતા સુધારો બિલ સામે આંદોલન કરતી વખતે દેશની સંપત્તિને નુકસાન કરતા રોકવા અનુરાધ કર્યો હતો.
એક યુઝરે ટ્વિટ કર્યું હતું કે, હેલો @faroutakhtar @azmishabana, તમારા સમુદાયનાં લોકોને કહો કે, મારા દેશની સંપત્તિને નુકસાન પહોંચાડશો નહીં. જ્યારે આ પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. જો તેમને ખરાબ રીતે માર મારવામાં આવે તો તમે રડશો નહીં.
અભિનેતાએ તેનો જવાબ આગવા અંદાજમાં જવાબ આપી આ યુઝર સહિત ઘણા લોકોના મોં બંધ કરી દીધું હતું. ફરહાને કહ્યું કે, હું ડેવિડ ધવનને વિનંતી કરીશ કે, તમને કટ્ટર નં. 1માં કાસ્ટ કરે એ માટે તમે સૌથી પરફેક્ટ છો.