ગાંધીની બેઠક બાદ સ્ત્રીઓ એટલી પ્રભાવીત થઇ કે તેમને પહેરેલા દાગીના ઉતારીને આપી દિધા હતાં અને ધરેણાને વહેંચીને તેના આવેલા પૈસાને આઝાદીના સંગ્રામમાં લગાવવામાં આવે અને વિદેશના કપડાઓની હોળી પણ કરવામાં આવી હતી. આ સ્થાન પર ગાંધી ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગાંધી ભવનમાં આયોજન કરનાર ગાંધી ભજન સંધ્યા રાજ્યમાં નહી પણ દેશમાં એક મિશાલ છે.
ગાંધીવાદી વિચારધારાથી ઓતપ્રોત લોકોએ કાલાંતરમાં તે સ્થળ પર ગાંધી ભવન બનાવવા અને તેમની સ્મૃતિઓને સાચવવાની માગ ઉઠાવી હતી કારણ કે, ગાંધીજી અહીંયા આવ્યા હતાં, એટલા માટે આ માંગણી જોરોથી ઉઠવા લાગી હતી. કોઇ પણ સરકારી અનુદાન મળવાના કારણ આમ લોકોને અને રાયફલ ક્લબની મદદથી લગભગ સાડા પાંચ લાખની કિંમતથી 1970માં અહીંયા ગાંધી ભવનનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. જે 1983માં બનીને તૈયાર થયું હતું, ત્યાર બાદ 8 મેં 1983ના રોજ સ્વતંત્રતા સેનાની જયદેવ કપૂરની અધ્યક્ષતામાં સ્વતંત્ર સેનાની રધુનંદન શર્મા દ્વારા ગાંધી ભવનનું ઉદ્ધાટન કર્યું હતું. આ ભવનમાં ગાંધીજીની ચિત્રો ગોઠવવામાં આવ્યા છે. ગાંધીજીના બાળપણથી લઇને દરેક ફોટો દિવાલ પર લગાવવામાં આવ્યા છે, સાથે ગાંધીજીના ચરખાને સંભાળીને રાખવામાં આવ્યો છે, જે હરદોઇના આ ગાંધી ભવનની શોભા વધારે છે.
ધીરે-ધીરે સમયની સાથે-સાથે ગાંધી ભવન વ્યવસાયિકતા કરવામાં આવી અને મુંડા અને ગાંધી જન કલ્યાણ સમિતિ તરફથી ઑડિટોરીયમ હૉલને ભાડા પર આપવાથી નાણાની આવક થવા લાગી હતી. હાલમાં જિલ્લા અધિકારી પુલકિત ખરેના પ્રયત્નોથી ગાંધી પ્રાર્થના સભાને એક સરસ રીતે રાખવામાં આવે છે. ગાંધી જન કલ્યાણ સમિતિના સદસ્ય અને ગાંધીવાદી વિચારધારાથી ઓતપ્રોત લોકો દરરોજ આ સ્થળે ભજન સંધ્યામાં આવે છે અને ગાંધીજીના બતાવવામાં આવેલ માર્ગ પર ચાલીને દરેક ધર્મના ઉપદેશોને વાંચીને તેની સ્તુતિ કરે છે. આ વિશે શહેરના મેજિસ્ટ્રેટ ગજેન્દ્ર કુમારે કહ્યું કે, ગાંધી ભવનમાં ગાંધી ભજન સંધ્યાની શરૂઆત 1 જાન્યુઆરી 2013થી થઇ હતી, જે આજ સુધી અવીરત પણે ચાલી રહી છે.
વરસાદ આવે કે તોફાન આવે પણ અહિંયા ભજન સંધ્યા ન થઇ હોય તેવુ બન્યું નથી, રોજ સાંજે 5.30 કલાકે ભજન સંધ્યા શરૂ થાય છે. આ વિશે ગાંધી ભવનના ડાયરટેકર અને ઉર્મીલા શ્રીવાસ્તવએ જણાવ્યું હતુ કે, અહિંયા ભજન સંધ્યામાં લોકો રોજ આવે છે અને અહિંયાથી તેમને સુખ અને શાંતિની અનુભૂતી થાય છે, સાથે ગાંધીજીના બતાવેલા માર્ગ પર ચાલવાનો સંદેશ મળે છે અને સર્વ ધર્મ પ્રત્યે એક સમાન ભાવનો બોધ મળે છે. હરદોઇના ગાંધીજીના ચાહકો રોજ ભજન કરે છે, ગાંઘીજી દ્વારા લખવામાં આવેલ ગીતો અને દરેક ધર્મના ઉપદેશોને વાંચીને અહિંયા સર્વધર્મ સમભાવનો સંદેશ દેવામાં આવે છે. હરદોઇ જિલ્લામાં ગાંધી ભવનમાં આયોજન કરવામાં આવેલ આ ગાધી ભજન સંધ્યા લગભગ ઉત્તર પ્રદેશમાં પણ નહિ પણ દેશમાં એકમાત્ર ભજન સંધ્યા હશે, જે એક એપ્રીલ 2013થી અખંડ ચાલી રહી છે, અહિંયા ગાંધીજી સાથે જોડાયેલા લોકો શાંતિની શોધમાં આવે છે અને તેમના દ્વારા દર્શાવામાં આવેલા માર્ગે ચાલવાનો પ્રયત્ન કરે છે. સાથે જ ગાંધીજીના ભજન અને દરેક ધર્મોનો ઉપદેશોનું ભજન કરે છે. આ ભજન સંઘ્યાની શરૂઆત એપ્રીલમાં એ સમયે થઇ જ્યારે હાલના શહેરના મેજિસ્ટ્રેટ અશોક કુમાર શુક્લાએ ગાંધી ભવનમાં ગાંધી ભજન સંધ્યા આયોજન કરવાની સલાહ આપી હતી.