નવી દિલ્હી: મહાત્મા ગાંધીએ 12 માર્ચે 1930એ અમદાવાદના સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી ગામ સુધી 24 દિવસો સુધી પગપાળા યાત્રા કરી હતી. દાંડી માર્ચને દાંડી સત્યાગ્રહ તરીકે ઓળખાય છે. 1930માં મહાત્મા ગાંધી દ્વારા અંગ્રેજ સરકારના મીઠા પર કર લગાવનારા કાયદા વિરુદ્ધ આંદોલન કર્યું હતું.
બાપુએ 78 સેવકો સાથે આ દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. સાબરમતી આશ્રમથી 358 KM દૂર દાંડી ગામ સુધી યાત્રા કરવામાં આવી હતી. 24 દિવસની યાત્રા બાદ 6 એપ્રિલ, 1930ના રોજ નવસારીના દાંડી પહોંચીને મહાત્મા ગાંધીએ મીઠાના કાયદોને તોડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં અંગ્રેજ શાસનકાળના સમયે મીઠાના ઉત્પાદન અને વહેચવા પર કર લગાવવામાં આવ્યો હતો. ગાંધીજીએ આ કાળા કાયદાને તોડવા માટે સવિનય કાનૂન ભંગની ચળવળ ચલાવી છે અને આ કાયદાનો ભંગ કર્યો હતો. આ આંદોલન દરમિયાન અંગ્રેજોએ ઘણા નેતાઓની ધરપકડ કરી હતી.
ગાંધીજીની જાન્યુઆરી, 1931માં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે લોર્ડ ઈરવિનની સાથે સત્યાગ્રહ અભિયાનને સમાપ્ત કરવાની વાત કરી હતી, બાદમાં એક સંઘર્ષ વિરામની જાહેરાત કરી હતી. જેને ગાંધી ઈરવિન સંધિ તરીકે ઓળખાય છે. જેના પર 5 માર્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં.