મુંબઈ : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે કહ્યું કે કોરોના મહામારી વચ્ચે 30 જૂન બાદ પણ રાજ્યમાં લૉકડાઉન લાગુ રહેશે. ઠાકરેએ રાજ્યના લોકોને સંબધિત કરતા કહ્યું કે, કોરોના મહામારીનો ખતરો હજુ મંડરાય રહ્યો છે. રાજ્યમાં પ્લાઝમા થેરાપીથી 90 ટકા લોકો સાજા થઈ રહ્યા છે. જે લોકો કોરોનાથી સ્વસ્થ થઈ રહ્યા છે તે લોકો આગળ આવી મહામારી સામે લડવા માટે પ્લાઝમા દાન કરે.
ઉદ્ધવ ઠાકરે વધુમાં કહ્યું કે, અર્થવ્યવસ્થાને લઈ અનલૉક પ્રકિયા ધીરે-ધીરે લાગુ કરવામાં આવી રહી છે. જેને 'મિશન બિગિન અગેન' નામ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, કોરોના વાઈરસથી પ્રભાવિત મુંબઈમાં 'ચેજ ધ વાઈરસ' અભિયાનથી સારું પરિણામ મળ્યું છે અને હવે રાજ્યના અન્ય ભાગોમાં પણ આ અભિયાન લાગુ કરવામાં આવશે.
આ અભિયાનથી કોરોના દર્દીઓના સંપર્કમાં આવેલા 15 લોકોને સંસ્થાગત ક્વોરન્ટાઈન કેન્દ્રમાં રાખવામાં આવશે. ક્લીનિકના સમય વિશે પણ જણાવવામાં આવશે. આ અભિયાન 27મેથી શરુ કરવામાં આવ્યું હતુ.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 1,64,626 પહોંચી ગઈ છે. જ્યારે 7,429 લોકોના મોત થયા છે.