ETV Bharat / bharat

મહારાષ્ટ્ર-હરિયાણા: ચૂંટણી પરિણામમાંથી ભાજપે 'શોધ' અને વિપક્ષે 'બોધ' લેવા જોઈએ

ન્યુઝ ડેસ્ક: એપ્રિલથી લઈ જૂન સુધીના ક્વાર્ટરમાં ભારતનો જીડીપી દર 7 વર્ષના તળિયે એટલે કે 5 ટકાની નીચે ગયો છે. ખાદ્ય પદાર્થોના વધતા ભાવને કારણે રિટેલ ફુગાવો ઓગસ્ટમાં 10 મહિનાની ઊંચી સપાટીએ ગયો હતો. મે 2019માં બેરોજગારીનો દર 45 વર્ષના સૌથી ઉચ્ચતમ સ્તરે 6.1% હતો.

ચૂંટણી
author img

By

Published : Oct 29, 2019, 11:29 PM IST

ભારતના અન્ય ભાગોમાં ખેતીની સમસ્યાઓ, ખાદ્યપદાર્થોના વધતા જતાં ભાવ અને વધતી જતી બેરોજગારી મહારાષ્ટ્ર અને હરિયાણામાં મુખ્ય મુદ્દા તરીકે ઉભરીને સામે આવ્યા હતાં. પરિણામ પર નજર કરીએ તો એન્ટી-ઇન્કમ્બંસી સેન્ટિમેન્ટ તથા તમામ વચનો માટે તેમના 'અચ્છે દિન'ને પૂર્ણ કરવામાં અસમર્થ હોવાની ભાવના હવે મતદારોમાં પ્રવેશી હતી.

આ તમામ વાસ્તવિક મુદ્દાઓ પર મતદારોના ગુસ્સાને બેઅસર કરવા માટે શાસક પક્ષ ભાજપે ભારે જોર લગાવ્યું હતું. મહારાષ્ટ્રમાં પ્રતિસ્પર્ધી કોંગ્રેસ-એનસીપીમાં પણ હંગામો જોવા મળી રહ્યો હતો. જ્યારે આવી જ રીતે
હરિયાણામાં પણ ભાજપ વિરોધી પક્ષોમાં આંતરિક વિખવાદ મતદારોને મૂંઝવણમાં મુક્યા હતાં.

આ સાથે ભાજપે આર્ટિકલ 370ને ખતમ કરવી અને એનઆરસી પર ભાર મૂક્યો હતો. જેનો હેતુ (મુસ્લિમ) ઘુસણખોરોને દેશનિકાલ કરવાનો છે. તે પછી, 20 ઓક્ટોબરે, મતદાનના બરાબર એક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીએ LOC પર પાકિસ્તાનની ગોળીબારનો જોરદાર પ્રત્યાઘાત આપ્યો હતો, જેને લઈ મતદારોમાં પણ રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા થવા લાગી હતી.

જો કે, ભાજપની આ વ્યૂહરચના કામ કરી ગઈ હતી. પરંતુ, સંપૂર્ણ રીતે નહીં. જોકે ભાજપ+ શિવસેનાએ 161 બેઠકો જીતી હતી. પરંતુ, ભાજપનો આંકડો 2014માં 122થી ઘટીને, હવે 105 થઈ ગયો છે. હરિયાણામાં ભાજપ એકમાત્ર મોટી પાર્ટી તરીકે ઉભરી હોવા છતાં જાદુઈ આંકડાથી દૂર રહી ગઈ છે. 2014ની સરખામણીએ આ વખતે ઘટીને 40 સીટ પર આવી ગઈ છે.

અંતિમ પરિણામો જોતા આગામી સમયમાં ભાજપને રાષ્ટ્રીય સુરક્ષા વધારવાની સાવધાની અને આગામી રાજ્યોની ચૂંટણીઓમાં સાંપ્રદાયિક રીતે ધ્રુવીકરણના મુદ્દાઓ પર ધ્યાન આપવાને લઈ ચેતવે છે. કેમ કે, આગામી સમયમાં ઝારખંડ અને ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં પણ ચૂંટણી યોજાવાની છે.

ભાજપના કાર્યકરો અને નેતાઓ હાલ તો મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામોની ઉજવણી કરવામાં વ્યસ્ત છે. ત્યારે, પરિણામોથી વિપક્ષમાં પણ ઉત્સાહનો માહોલ છે. મહારાષ્ટ્રમાં ભાજપ વિરોધી પક્ષો હાલ તો થોડા નરમ છે, પણ તેમની તાકાત આ ચૂંટણીમાં ક્યાંકને ક્યાંક દેખાઈ આવી છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં એનડીએને મહારાષ્ટ્રમાં 3૧.3% અને હરિયાણામાં 58.3% મત મળ્યા હતાં. જેના કારણે વિરોધી પક્ષમાં પણ ચિંતાનો માહોલ હતો. પરંતુ, તેઓ ભાજપ સાથે કાંટાની ટક્કર આપવા માટે ફરી એક તૈયાર થઈ ગયા હતાં. તેમ છતાં તેઓ મહારાષ્ટ્ર અથવા હરિયાણામાં આગામી સરકારની રચના કરી શકશે નહીં, જો કે, આ ચૂંટણીમાં વિપક્ષની કામગીરી ઊડીને આંખે વળગે તેવી હતી, પણ જો તેઓ સાથી મળી ચૂંટણી લડે તો વધુ સારી રીતે ભાજપને ટક્કર આપી શક્યા હોત !

હરિયાણામાં કોંગ્રેસના પ્રભાવશાળી પ્રદર્શન જોતા એટલું તો ચોક્કસ કહી શકીએ કે, ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસ પાર્ટીએ સમાજના તમામ વર્ગમાં તેની હાજરી ટકાવી રાખી છે. ભાજપના મોટા માથાઓને ટક્કર આપી શકે તેવા કોંગ્રેસના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની ઓળખ ફક્ત જાટ નેતા તરીકે થઈ છે. તેમ છતાં પણ કોંગ્રેસે 31 બેઠકો જીતી લીધી હતી. હરિયાણામાં જાટકાર્ડ રમી, ભાજપ મોટાભાગની બેઠકો પર તમામ બિનજાટ જાતિઓને એકીકૃત કરી શક્યો નહીં. અનેક બિનજાટ જાતિઓએ કોંગ્રેસ અને ભાજપ કરતાં વધુ સારા વિકલ્પ મળ્યો હોવાની પણ અસર દેખાઈ રહી છે.

પરંતુ, વધુ મહત્ત્વની વાત તો એ છે કે, હરિયાણામાં કોંગ્રેસનો સારો દેખાવ જોવા મળ્યો છે. જો કે, પાર્ટી હાઈકમાન પણ હરિયાણામાં મોટે ભાગે ચૂંટણી પ્રચારથી દૂર રહ્યા હતાં. સોનિયા ગાંધી હરિયાણાના મહેન્દ્રગઢમાં એક રેલીને સંબોધન કરવાના હતાં, તે પણ છેલ્લી ઘડીએ રદ થઈ હતી. જો કે, રાહુલ ગાંધીએ હરિયાણામાં માત્ર 2 રેલીઓને સંબોધન કર્યું હતું. તે જ રીતે, રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં માત્ર 5 રેલીઓને સંબોધન કર્યું હતું. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કર્યું હતું. પ્રિયંકા ગાંધીએ 23 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મહાસચિવ બન્યા પછી 2019ની સામાન્ય ચૂંટણીઓમાં સારી રીતે પ્રચાર કર્યો હતો. પરંતુ, આ 2 રાજ્યોની ચૂંટણીમાં તે પણ પ્રચારથી દૂર રહ્યા હતાં.

ચૂંટણી પ્રચારમાં ગાંધી પરિવારની ગેરહાજરીથી કાર્યકર્તાઓ અને કોંગ્રેસી નેતાઓ બિચારા સાબિત થયા હતાં. તેમ છતાં પણ આ બંને રાજ્યોના ભાજપ વિરોધી મતદારોએ કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષ પર વિશ્વાસ મુકી ભાજપનો વૈચારિક વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં બચી ગઈ અને હરિયાણામાં પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં સફળ રહી છે. આ સંકેત આપે છે કે, પ્રચારમાં પ્રથમથી જો ગાંધી પરિવાર સક્રિય રહ્યો હોત તો પરિણામ કંઈક જુદુ જ આવ્યું હોત.

ભાજપની વાત કરીએ તો પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહના વધુ પડતા પ્રચારની પણ આડઅસર થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. પીએમ મોદીએ 16 રેલીઓને સંબોધન કર્યું હતું. જેમાં મહારાષ્ટ્રમાં 9 અને હરિયાણામાં 7 રેલી કરી હતી. ભાજપ અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રમાં 16 અને હરિયાણામાં 12 રેલીઓને સંબોધન કર્યું હતું.

બંને રાજ્યોમાં તેમની અપેક્ષા અને કામગીરી જોતા ભાજપને મુખ્ય પ્રધાનોની પસંદગીમાં બિનપરંપરાગત નિર્ણયની પુનર્વિચારણા કરવા માટે પ્રબળ જાતિ વિરુદ્ધ અન્ય જાતિના કાઉન્સિલ એકત્રિકરણના આધારે વિચારવા મજબૂર કરશે.

પાંચ વર્ષ પહેલા ભાજપે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસને બિન-મરાઠા ચહેરા તરીકે સીએમ બનાવ્યા હતાં. જ્યાં 31 ટકા મરાઠાઓનું વર્ચસ્વ છે. મતદાન પહેલા જ ઘણા મરાઠા નેતાઓએ ભાજપ અને શિવસેના સામે ખળભળાટ મચાવ્યો હોવા છતાં, મરાઠા મતદારો તેમની પરંપરાગત પ્રિય એનસીપી અને કોંગ્રેસ પ્રત્યે વફાદાર રહ્યા છે.

એ જ રીતે હરિયાણામાં પણ જાટોનું વર્ચસ્વ ધરાવતા રાજ્યમાં ભાજપે 2014માં મનોહર લાલ ખટ્ટર કે જેઓ એક પંજાબી છે, તેમને મુખ્યપ્રધાન બનાવ્યા હતાં. 30% મજબૂત જાટોએ ભાજપ સામે ઉતરી પોતાનો કચવાટ દર્શાવ્યો છે. તેઓએ કોંગ્રેસ અને જેજેપી પર વિશ્વાસ મુકી બિન જાટ ઉમેદવારોને પણ જીત અપાવી દીધી છે. ભાજપની ટિકિટ પરથી મેદાનમાં ઉતરેલા જાટ ઉમેદવારોની હાર થઈ છે. રાજ્યના નાણાપ્રધાન કેપ્ટન અભિમન્યુ અને કૃષિ પ્રધાન ઓ.પી.ધનકડ ભાજપના જાટ ઉમેદવારોમાં સામેલ છે, તેમ છતાં પણ હારી ગયા. જે ભાજપ વિરુદ્ધ જાટનો ગુસ્સો હોવાનું પ્રતિત થાય છે.

ત્યારે, અહીં સ્પષ્ટ છે કે, બિન-પ્રભુત્વ ધરાવતી જાતિઓને એકીકૃત કરવાની ભાજપની વ્યૂહરચના ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરાવી શકી નથી. તેથી, તે હવે ખાસ કરીને ઝારખંડમાં ભાજપ ફૂંકી ફૂંકીને પગલા ભરશે.જ્યાં આદિજાતિ 26% વસ્તી ધરાવે છે. જ્યાં 2014માં ભાજપે આદિજાતિ વિરુદ્ધ બિન-આદિજાતિ કાર્ડ રમીને ભાજપે રઘુબરદાસ (એક ઓબીસી)ને રાજ્યના પ્રથમ બિન-આદિજાતિ સીએમ બનાવી દીધા હતાં.

આ ઉપરાંત મહારાષ્ટ્રમાં આ વખતની વિધાનસભા ચૂંટણીના પરિણામથી શિવસેના અને એનસીપી રાષ્ટ્રીય રાજનીતિમાં તેમની ભૂમિકા જાળવી રાખશે. શિવસેનાએ રાજ્યમાં સત્તાની સમાન વહેંચણી માટેનો હઠાગ્રહ શરુ કર્યો છે. ત્યારે, તે પણ રાષ્ટ્રીય રાજનીતિમાં ભાજપની ટીકા કરતી રહેશે. મહારાષ્ટ્રમાં બીજી ગઠબંધન સરકાર બનાવ્યા પછી, પણ આગામી દિવસોમાં ભાજપ અને શિવસેના વચ્ચેના મતભેદો વધુ વ્યાપક બનતા હોઈ તેવું હાલમાં દેખાઈ રહ્યુ છે.

બીજા બાજુ કેન્દ્રીય એજન્સીઓ જેમણે મતદાન કરતા પહેલા એનસીપીના નેતાઓ સામે ગંભીર ભ્રષ્ટાચાર અને રાષ્ટ્ર વિરોધી આરોપો લગાવ્યા હતાં. તેમને પણ હવે ભ્રષ્ટાચારના કેસો પર ફરીથી વિચાર કરવો પડશે. એનસીપીએ પોતાની તાકાત વધારતા શરદ પવારનું મનોબળ પણ વધ્યું છે. રાષ્ટ્રીય રાજકારણમાં પવારનું કદ પણ વધી ગયું છે.

18 નવેમ્બરથી શિયાળુ સત્ર શરૂ થશે. ત્યારે, આ રાજ્યોનો આદેશ સંસદમાં ભાજપના નેતાઓને પણ પ્રભાવિત કરશે. મુખ્ય બિલ પર ટેકો આપવા માટે બિન-એનડીએ પક્ષનો સંપર્ક કરવા માટે વ્યૂહરચનાકારો વધુ સમાધાનકારી બનશે.

Intro:Body:

મહારાષ્ટ્ર-હરિયાણા: ચૂંટણી પરિણામમાંથી ભાજપે 'શોધ' અને વિપક્ષે 'બોધ' લેવા જોઈએ

મુખ્ય વાર્તા: એપ્રિલથી લઈ જૂન સુધીના ક્વાર્ટરમાં ભારતનો જીડીપી દર 7 વર્ષના તળિયે એટલે કે 5 ટકાની નીચે ગયો છે. ખાદ્ય પદાર્થોના વધતા ભાવને કારણે રિટેલ ફુગાવો ઓગસ્ટમાં 10 મહિનાની ઊંચી સપાટીએ ગયો હતો. મે 2019માં બેરોજગારીનો દર 45 વર્ષના સૌથી ઉચ્ચતમ સ્તરે 6.1% હતો.

ભારતના અન્ય ભાગોમાં ખેતીની સમસ્યાઓ, ખાદ્યપદાર્થોના વધતા જતાં ભાવ અને વધતી જતી બેરોજગારી મહારાષ્ટ્ર અને હરિયાણામાં મુખ્ય મુદ્દા તરીકે ઉભરીને સામે આવ્યા હતા. પરિણામ પર નજર કરીએ તો એન્ટી-ઇન્કમ્બંસી સેન્ટિમેન્ટ તથા તમામ વચનો માટે તેમના 'અચ્છે દિન'ને પૂર્ણ કરવામાં અસમર્થ હોવાની ભાવના હવે મતદારોમાં પ્રવેશી હતી.

આ તમામ વાસ્તવિક મુદ્દાઓ પર મતદારોના ગુસ્સાને બેઅસર કરવા માટે શાસક પક્ષ ભાજપે ભારે જોર લગાવ્યું હતું. મહારાષ્ટ્રમાં પ્રતિસ્પર્ધી કોંગ્રેસ-એનસીપીમાં પણ હંગામો જોવા મળી રહ્યો હતો. જ્યારે આવી જ રીતે 

હરિયાણામાં પણ ભાજપ વિરોધી પક્ષોમાં આંતરિક વિખવાદ મતદારોને મૂંઝવણમાં મુક્યા હતા.

આ સાથે ભાજપે આર્ટિકલ 370 ને ખતમ કરવી, અને એનઆરસી પર ભાર મૂક્યો હતો. જેનો હેતુ (મુસ્લિમ) ઘુસણખોરોને દેશનિકાલ કરવાનો છે. તે પછી, 20 ઓક્ટોબરે, મતદાનના બરાબર એક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીએ એલઓસી પર પાકિસ્તાનની ગોળીબારનો જોરદાર પ્રત્યાઘાત આપ્યો હતો,જેને લઈ મતદારોમાં પણ રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા થવા લાગી.

જો કે, ભાજપની આ વ્યૂહરચના કામ કરી ગઈ, પરંતુ સંપૂર્ણ રીતે નહીં. જોકે ભાજપ+ શિવસેનાએ 161 બેઠકો જીતી હતી. પરંતુ ભાજપનો આંકડો 2014માં 122થી ઘટીને, હવે 105 થઈ ગયો છે. હરિયાણામાં ભાજપ એકમાત્ર મોટી પાર્ટી તરીકે ઉભરી હોવા છતાં જાદુઈ આંકડાથી દૂર રહી ગઈ છે. 2014ની સરખામણીએ આ વખતે ઘટીને 40 સીટ પર આવી ગઈ છે.

અંતિમ પરિણામો જોતા આગામી સમયમાં ભાજપને રાષ્ટ્રીય સુરક્ષા વધારવાની સાવધાની અને આગામી રાજ્યોની ચૂંટણીઓમાં સાંપ્રદાયિક રીતે ધ્રુવીકરણના મુદ્દાઓ પર ધ્યાન આપવાને લઈ ચેતવે છે. કેમ કે, આગામી સમયમાં ઝારખંડ અને ફેબ્રુઆરી 2020માં દિલ્હીમાં પણ ચૂંટણી યોજાવાની છે.

ભાજપના કાર્યકરો અને નેતાઓ હાલ તો મહારાષ્ટ્ર અને હરિયાણાના પરિણામોની ઉજવણી કરવામાં વ્યસ્ત છે, ત્યારે પરિણામોથી વિપક્ષમાં પણ  ઉત્સાહનો માહોલ છે. મહારાષ્ટ્રમાં ભાજપ વિરોધી પક્ષો હાલ તો થોડા નરમ છે, પણ તેમની તાકાત આ ચૂંટણીમાં ક્યાંકને ક્યાંક દેખાઈ આવી છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં એનડીએને મહારાષ્ટ્રમાં 3૧.3% અને હરિયાણામાં 58.3% મત મળ્યા હતા. જેના કારણે વિરોધી પક્ષમાં પણ ચિંતાનો માહોલ હતો. પરંતુ તેઓ ભાજપ સાથે કાંટાની ટક્કર આપવા માટે ફરી એક તૈયાર થઈ ગયા હતા. તેમ છતાં તેઓ મહારાષ્ટ્ર અથવા હરિયાણામાં આગામી સરકારની રચના કરી શકશે નહીં, જો કે, આ ચૂંટણીમાં વિપક્ષની કામગીરી ઊડીને આંખે વળગે તેવી હતી, પણ જો તેઓ સાથી મળી ચૂંટણી લડે તો વધુ સારી રીતે ભાજપને ટક્કર આપી શક્યા હોત !

હરિયાણામાં કોંગ્રેસના પ્રભાવશાળી પ્રદર્શન જોતા એટલું તો ચોક્કસ કહી શકીએ કે, ગ્રાઉન્ડ લેવલ પર કોંગ્રેસ પાર્ટીએ સમાજના તમામ વર્ગમાં તેની હાજરી ટકાવી રાખી છે. ભાજપના મોટા માથાઓને ટક્કર આપી શકે તેવા કોંગ્રેસના પૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાની ઓળખ ફક્ત જાટ નેતા તરીકે થઈ છે, તેમ છતાં પણ કોંગ્રેસે 31 બેઠકો જીતી લીધી હતી. હરિયાણામાં જાટકાર્ડ રમી, ભાજપ મોટાભાગની બેઠકો પર તમામ બિનજાટ જાતિઓને એકીકૃત કરી શક્યો નહીં. અનેક બિનજાટ જાતિઓએ કોંગ્રેસ અને ભાજપ કરતાં વધુ સારા વિકલ્પ મળ્યો હોવાની પણ અસર દેખાઈ રહી છે.

પરંતુ વધુ મહત્ત્વની વાત તો એ છે કે, હરિયાણામાં કોંગ્રેસનો સારો દેખાવ જોવા મળ્યો છે. જો કે, પાર્ટી હાઈકમાન પણ હરિયાણામાં મોટે ભાગે ચૂંટણી પ્રચારથી દૂર રહ્યા હતા. સોનિયા ગાંધી હરિયાણાના મહેન્દ્રગઢમાં એક રેલીને સંબોધન કરવાના હતા, તે પણ છેલ્લી ઘડીએ રદ થઈ હતી. જો કે, રાહુલ ગાંધીએ હરિયાણામાં માત્ર 2 રેલીઓને સંબોધન કર્યું હતું. એ જ રીતે, રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં માત્ર 5 રેલીઓને સંબોધન કર્યું હતું. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ મહારાષ્ટ્રને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કર્યું હતું. પ્રિયંકા ગાંધીએ 23 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મહાસચિવ બન્યા પછી 2019 ની સામાન્ય ચૂંટણીઓમાં સારી રીતે પ્રચાર કર્યો હતો. પરંતુ આ 2 રાજ્યોની ચૂંટણીમાં તે પણ પ્રચારથી દૂર રહ્યા હતા.

ચૂંટણી પ્રચારમાં ગાંધી પરિવારની ગેરહાજરીથી કાર્યકર્તાઓ અને કોંગ્રેસી નેતાઓ બિચારા સાબિત થયા હતા. તેમ છતાં પણ આ બંને રાજ્યોના ભાજપ વિરોધી મતદારોએ કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષ પર વિશ્વાસ મુકી ભાજપનો વૈચારિક વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં બચી ગઈ અને હરિયાણામાં પ્રભાવશાળી પ્રદર્શન કરવામાં સફળ રહી છે.. આ સંકેત આપે છે કે, પ્રચારમાં પ્રથમથી જો ગાંધી પરિવાર સક્રિય રહ્યો હોત તો પરિણામ કંઈક જુદુ જ આવ્યું હોત.

ભાજપની વાત કરીએ તો પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહના વધુ પડતા પ્રચારની પણ આડઅસર થઈ હોય તેવું જણાઈ રહ્યું છે.પીએમ મોદીએ 16 રેલીઓને સંબોધન કર્યું હતું જેમાં મહારાષ્ટ્રમાં 9 અને હરિયાણામાં 7 રેલી કરી હતી. ભાજપ અધ્યક્ષ અને ગૃહ પ્રધાન અમિત શાહે મહારાષ્ટ્રમાં 16 અને હરિયાણામાં 12 રેલીઓને સંબોધન કર્યું હતું.

બંને રાજ્યોમાં તેમની અપેક્ષા અને કામગીરી જોતા ભાજપને મુખ્ય પ્રધાનોની પસંદગીમાં બિનપરંપરાગત નિર્ણયની પુનર્વિચારણા કરવા માટે પ્રબળ જાતિ વિરુદ્ધ અન્ય જાતિના કાઉન્સિલ એકત્રિકરણના આધારે વિચારવા મજબૂર કરશે.

પાંચ વર્ષ પહેલા ભાજપે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસને બિન-મરાઠા ચહેરા તરીકે સીએમ બનાવ્યા હતાં. જ્યાં 31 ટકા મરાઠાઓનું વર્ચસ્વ છે. મતદાન પહેલા જ ઘણા મરાઠા નેતાઓએ ભાજપ અને શિવસેના સામે ખળભળાટ મચાવ્યો હોવા છતાં, મરાઠા મતદારો તેમની પરંપરાગત પ્રિય એનસીપી અને કોંગ્રેસ પ્રત્યે વફાદાર રહ્યા છે.

એ જ રીતે હરિયાણામાં પણ જાટોનું વર્ચસ્વ ધરાવતા રાજ્યમાં ભાજપે 2014માં મનોહર લાલ ખટ્ટર કે જેઓ એક પંજાબી છે, તેમને મુખ્યમંત્રી બનાવ્યા હતા. 30% મજબૂત જાટોએ ભાજપ સામે ઉતરી પોતાનો કચવાટ દર્શાવ્યો છે. તેઓએ કોંગ્રેસ અને જેજેપી પર વિશ્વાસ મુકી બિન જાટ ઉમેદવારોને પણ જીત અપાવી દીધી છે. ભાજપની ટિકિટ પરથી મેદાનમાં ઉતરેલા જાટ ઉમેદવારોની હાર થઈ છે. રાજ્યના નાણાપ્રધાન કેપ્ટન અભિમન્યુ અને કૃષિ મંત્રી ઓ.પી.ધનકડ ભાજપના જાટ ઉમેદવારોમાં સામેલ છે, તેમ છતાં પણ હારી ગયા. જે ભાજપ વિરુદ્ધ જાટનો ગુસ્સો હોવાનું પ્રતિત થાય છે.

ત્યારે અહીં સ્પષ્ટ છે કે, બિન-પ્રભુત્વ ધરાવતી જાતિઓને એકીકૃત કરવાની ભાજપની વ્યૂહરચના ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરાવી શકી નથી. તેથી, તે હવે ખાસ કરીને ઝારખંડમાં ભાજપ ફૂંકી ફૂંકીને પગલા ભરશે.જ્યાં આદિજાતિ 26% વસ્તી ધરાવે છે. જ્યાં 2014માં ભાજપે આદિજાતિ વિરુદ્ધ બિન-આદિજાતિ કાર્ડ રમીને ભાજપે રઘુબરદાસ (એક ઓબીસી)ને રાજ્યના પ્રથમ બિન-આદિજાતિ સીએમ બનાવી દીધા હતા.

આ ઉપરાંત મહારાષ્ટ્રમાં આ વખતની વિધાનસભા ચૂંટણીના પરિણામથી શિવસેના અને એનસીપી રાષ્ટ્રીય રાજનીતિમાં તેમની ભૂમિકા જાળવી રાખશે. શિવસેનાએ રાજ્યમાં સત્તાની સમાન વહેંચણી માટેનો હઠાગ્રહ શરુ કર્યો છે.   ત્યારે તે પણ રાષ્ટ્રીય રાજનીતિમાં ભાજપની ટીકા કરતી રહેશે. મહારાષ્ટ્રમાં બીજી ગઠબંધન સરકાર બનાવ્યા પછી, પણ આગામી દિવસોમાં ભાજપ અને શિવસેના વચ્ચેના મતભેદો વધુ વ્યાપક બનતા હોઈ તેવું હાલમાં દેખાઈ રહ્યુ છે.

બીજા બાજુ કેન્દ્રીય એજન્સીઓ જેમણે મતદાન કરતા પહેલા એનસીપીના નેતાઓ સામે ગંભીર ભ્રષ્ટાચાર અને રાષ્ટ્ર વિરોધી આરોપો લગાવ્યા હતા. તેમને પણ હવે ભ્રષ્ટાચારના કેસો પર ફરીથી વિચાર કરવો પડશે. એનસીપીએ પોતાની તાકાત વધારતા શરદ પવારનું મનોબળ પણ વધ્યું છે. રાષ્ટ્રીય રાજકારણમાં પવારનું કદ પણ વધી ગયું છે.

18 નવેમ્બરથી શિયાળુ સત્ર શરૂ થશે, ત્યારે આ રાજ્યોનો આદેશ સંસદમાં ભાજપના નેતાઓને પણ પ્રભાવિત કરશે. મુખ્ય બિલ પર ટેકો આપવા માટે બિન-એનડીએ પક્ષનો સંપર્ક કરવા માટે વ્યૂહરચનાકારો વધુ સમાધાનકારી બનશે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.