મુંબઈઃ ઉદ્ધવ ઠાકરે સરકારે મહારાષ્ટ્રમાં 30 જૂન સુધી લોકડાઉન વધાર્યું છે. આ માટે મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન-5 માટેની માર્ગદર્શિકા બહાર પાડી છે. મહારાષ્ટ્ર સરકારે 30 જૂન સુધી લંબાવેલા લોકડાઉનને 'મિશન બીગીન અગેન' નામ આપ્યું છે.
જાહેર કરેલી ગાઇડ લાઇન મુજબ સરકાર 8મી જૂનથી તમામ જાહેર અને ખાનગી વાહન વ્યવહારની મંજૂરી આપશે. મહારાષ્ટ્રમાં લોકડાઉન-5 દરમિયાન કાર, થ્રી વ્હીલર અને બસ સેવાના જેવા તમામ જાહેર અને ખાનગી પરિવહનને મંજૂરી અપાશે. જો કે, જિલ્લા બહારની બસ માટે અલગ નિયમો જાહેર કરવામાં આવશે.
રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ, મુસાફરોની ક્ષમતાને આધારે બસમાં માત્ર 50 ટકા જ મુસાફર બેસી શકશે. કાર અથવા ટેક્સીમાં ડ્રાઇવર સિવાય 2 લોકોને છૂટ આપવામાં આવી છે, રિક્ષામાં પણ 2 લોકો ડ્રાઇવર ઉપરાંત બેસી શકશે, ટુ વ્હીલર પર માત્ર એક જ વ્યક્તિને મંજૂરી આપવામાં આવશે. કોરોનાની ગંભીરતાને કારણે રાજ્યમાં મેટ્રો અને આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. રેલવે ટ્રાફિક ફક્ત કેન્દ્રની માર્ગદર્શિકા હેઠળ રહેશે.
સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ, લોકોની અવરજવર પર સવારે 9થી સવારે 5 વાગ્યા દરમિયાન જરૂરી પ્રવૃત્તિઓ સિવાય પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કે, લોકડાઉન-5 દરમિયાન રાજ્ય સરકારે થોડી છૂટછાટ પણ આપી છે, તેમ છતાં કન્ટેન્ટમેન ઝોન માટે કોઈ છૂટ રહેશે નહીં.