ETV Bharat / bharat

બિહાર ચૂંટણી: મહાગઠબંધન ભંગાણના આરે, તમામ પક્ષ થયા રફેદફે

બિહાર: એનડીએને પરાસ્ત કરવા માટે બનેલા વિપક્ષી પક્ષોનું મહાગઠબંધન આગામી ચૂંટણી પહેલા જ ભંગાણના આરે આવી ગયું છે. પાંચ વિધાનસભા અને એક લોકસભાની સીટ પર થનારી પેટાચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓના મહાગઠબંધનના પક્ષોએ પોતાના પક્ષોના અલગ ઉમેદવારો જાહેર કરતાં આ વિવાદ સામે આવ્યો છે.

latest bihar election news
author img

By

Published : Sep 26, 2019, 2:51 PM IST

બિહારની નાથનગર વિધાનસભા સીટ પર હિન્દુસ્તાની આવામ મોર્ચાના પ્રમુખ જીતનરામ માંઝીએ અહીં અજય રાયને ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે રાષ્ટ્રીય જનતા દળે પણ આ સીટ સહિત ત્રણ બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. બીજીતરફ હિન્દુસ્તાની આવામ મોર્ચાને વિકાસશીલ પાર્ટીનો પણ સાથ મળ્યો છે. વી.આઈ.પી.એ પણ સિમરી બખ્તીયારપુરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.

21 ઓક્ટોબરે બિહારની પાંચ વિધાનસભા સીટ પૈકી નાથનગર, બેલહર, સિમરી બખ્તીયારપુર, દરૌંધા અને કિશનગંજમાં પેટાચૂંટણી યોજાશે.

રાષ્ટ્રીય જનતા દળે રાબિયા ખાતૂનને નાથનગરમાંથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે રામદેવ યાદવને બેલહર બેઠક પરથી ટિકિટ આપી છે. આ બંને ઉમેદવારોના નામની સાથે રાબડી દેવીની પાર્ટીનું સિમ્બોલ લાગી ગયું છે. રાજદે સિમરી બખ્તીયારપુરથી જફર આલમને ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો છે. જો કે, કોણ ઉમેદવાર હશે તેનો ખુલાસો હજી થયો નથી.

રાજદના પ્રવક્તા મૃત્યંજય તિવારીએ બુધવારના રોજ કહ્યું હતું કે, મહાગઠબંધન ફક્ત જીદ અને અહંમની સાથે ન ચાલે, પણ કર્તવ્ય નિર્વહન પણ કરવું પડે છે. તેમણે કહ્યું હતું કે, માંઝીએ મહાગઠબંધન સાથે ચર્ચા વગર ઉમેદવારની જાહેરાત કરવી ન જોઈએ. હિન્દુસ્તાની આવામ મોર્ચાએ ગઠબંધન છોડી દેતા રાજદ નેતાએ કહ્યું હતું કે, જેને જ્યાં જવું હોય ત્યાં જાય!

તેમણે કહ્યું કે, ગઠબંધન માટે કોઈ પણ પાર્ટી બેઠક જવા દેવા રાજી નથી. રાજદ જે ચાર સીટ પર ઉમેદવાર ઉતારી રહી છે, તે રાજદની પરંપરાગત સીટ રહી છે.

આ બાજુ બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને હમના પ્રમુખ જીતનરામ માંઝી આ પ્રકરણથી ખાસ્સા નારાજ જણાઈ રહ્યા છે. હમના પ્રવક્તા દાનિશ રિઝવાન જણાવે છે કે, પાર્ટીએ નાથનગરમાંથી અજય રાયને ઉમેદવાર જાહેર કર્યા છે. એવામાં રાજદના ઉમેદવાર જાહેર કરવા તે યોગ્ય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી સાથે વિશ્વાસઘાત થયો છે. ભાજપના ઈશારે મહાગઠબંધનને તોડવાની કોશિશ થઈ રહી છે. મહાગઠબંધન તોડવાવાળાને સબક શિખવાડવામાં આવશે. અમે કોંગ્રેસ અને હિન્દુસ્તાની અવામ મોર્ચાના ઉમેદવારોની મદદ કરીશું.

આ તમામની વચ્ચે વીઆઈપી પાર્ટીના પ્રમુખ મુકેશ સહનીએ પણ બુધવારના રોજ સિમરી બખ્તીયારપુરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં જ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. તેમણે પણ હમ ઉમેદવારોની મદદ કરવાની જાહેરાત કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, હમ પહેલા એનડીએના ગઠબંધનમાં સામેલ હતું, બાદમાં વિપક્ષી પાર્ટીઓના મહાગઠબંધનમાં સામેલ થઈ ગયું હતું.

બિહારમાં પાંચ વિધાનસભા અને એક લોકસભા માટે 21 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી થવાની છે, ત્યારે પેટાચૂંટણી સંદર્ભે હાલ બિહારનું રાજકારણ ગરમાયુ છે.

Intro:Body:

બિહાર ચૂંટણી: મહાગઠબંધન ભંગાણાના આરે, તમામ પક્ષ થયા રફેદફે !

પટના: બિહારમાં એનડીએને પરાસ્ત કરવા માટે બનેલા વિપક્ષી પાર્ટીઓનું મહાગઠબંધન આગામી ચૂંટણીમાં ભંગાણના આરે આવીને ઊભું છે. પાંચ વિધાનસભા અને એક લોકસભાની સીટ પર થનારી પેટાચૂંટણીને લઈ વિપક્ષી પાર્ટીઓના મહાગઠબંધનનો વિવાદ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે.

બિહારની નાથનગર વિધાનસભા સીટ પર હિન્દુસ્તાની અવામ મોર્ચાના પ્રમુખ જીતનરામ માંઝીએ અહીં અજય રાયને ઉમેદવાર જાહેર કરી દીધા છે. તે વળી રાષ્ટ્રીય જનતા દળે પણ આ સીટ સહિત ત્રણ સીટ પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે.આ તમામની વચ્ચે હમને વિકાસશીલ પાર્ટીનો પણ સાથે મળ્યો છે. વીઆઈપીએ પણ સિમરી બખ્તીયારપુરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.

21 ઓક્ટોબરે બિહારની પાંચ વિધાનસભા સીટ નાથનગર, બેલહર, સિમરી બખ્તીયારપુર, દરૌંધા અને કિશનગંજમાં પેટાચૂંટણી યોજાવાની છે.

રાજદે રાબિયા ખાતૂનને નાથનગરમાંથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તો વળી રામદેવ યાદવને બેલહર સીટ પરથી ટિકિટ આપી છે. આ બંને ઉમેદવારોના નામની સાથે રાબડી દેવીની પાર્ટીનું સિમ્બોલ લાગી ગયું છે. તો વળી રાજદે સિમરી બખ્તીયારપુરથી જફર આલમને ઉમેદવાર બનાવવાનો નિર્ણય લીધો છે. જો કે, કોણ ઉમેદવાર હશે તેનો ખુલાસો હજી થયો નથી.

રાજદના પ્રવક્તા મૃત્યંજય તિવારીએ બુધવારના રોજ કહ્યું હતું કે, મહાગઠબંધન ફક્ત જીદ અને અહમની સાથે ન ચાલે, પણ કર્તવ્ય નિર્વહન પણ કરવું પડે છે. તેમણે કહ્યું હતું કે, માંઝીએ મહાગઠબંધન સાથે ચર્ચા વગર ઉમેદવારની જાહેરાત કરવી ન જોઈએ. હમે ગઠબંધન છોડી દેતા રાજદ નેતાએ કહ્યું હતું કે, જેને જ્યાં જવું હોય ત્યાં જાય !

તેમણે કહ્યું કે, ગઠબંધન માટે કોઈ પણ પાર્ટી પોતાની સીટ બરબાદ કરવા માગતો નથી. રાજદ જે ચાર સીટ પર 

ઉમેદવાર ઉતારી રહી છે, તે રાજદની પરંપરાગત સીટ રહી છે.

આ બાજુ બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને હમના પ્રમુખ જીતનરામ માંઝી આ પ્રકરણથી ખાસ્સા નારાજ જણાઈ રહ્યા છે. હમના પ્રવક્તા દાનિશ રિઝવાન જણાવે છે કે, પાર્ટીએ નાથનગરમાંથી અજય રાયને ઉમેદવાર જાહેર કર્યા છે. એવામાં રાજદના ઉમેદવાર જાહેર કરવા તે યોગ્ય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી સાથે વિશ્વાસઘાત થયો છે. ભાજપના ઈશારે મહાગઠબંધનને તોડવાની કોશિશ થઈ રહી છે.  મહાગઠબંધન તોડવાવાળાને સબક શિખવાડવામાં આવશે.

રિજવાને કહ્યું કે અમે કોંગ્રેસ અને હિન્દુસ્તાની અવામ મોર્ચાના ઉમેદવારોની મદદ કરીશું.

આ તમામની વચ્ચે વીઆઈપી પાર્ટીના પ્રમુખ મુકેશ સહનીએ પણ બુધવારના રોજ સિમરી બખ્તીયારપુરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં જ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવશે. તેમણે પણ હમ ઉમેદવારોની મદદ કરવાની જાહેરાત કરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, હમ પહેલા એનડીએના ગઠબંધનમાં સામેલ હતું, બાદમાં વિપક્ષી પાર્ટીઓના મહાગઠબંધનમાં સામેલ થઈ ગયું હતું.

બિહારમાં પાંચ વિધાનસભા અને એક લોકસભા માટે 21 ઓક્ટોબરના રોજ પેટાચૂંટણી થવાની છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.