મધ્યપ્રદેશ : મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ભાજપના ભૂતપૂર્વ નેતા લાલજી ટંડનની તબિયત લથડતાં તેમને રાજધાની લખનઉની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક તબક્કે તેમના તમામ રૂટિન ચેકઅપ્સ ડૉક્ટર દ્વારા કરવામાં આવ્યા છે. આ સાથે જ, હજી સુધી કોઈ ગંભીર બીમારી જાહેર થઈ નથી. મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન મેદાંત આવ્યા બાદ, તેમની કોરોના વાઇરસ પરીક્ષણના તમામ ટેસ્ટ પણ નેગેટિવ આવ્યા છે અને ડૉક્ટરની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.
આ સાથે, રાજધાની લખનઉમાં ડાબેરી નેતા અતુલ અંજનની તબિયત અચાનક કથળી ગઈ હતી, ત્યારબાદ તેમને તાકીદે રાજધાની લખનઉની મેંદાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેની તમામ નિયમિત તપાસ પણ કરવામાં આવી રહી છે. આ સાથે, અન્ય રોગોની તપાસ પણ કરવામાંઆવી રહી છે. તેમની કોરોના વાઇરસ પરીક્ષણના તમામ ટેસ્ટ પણ નેગેટિવ આવ્યા છે અને ડૉક્ટરની ટીમ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી છે.