જયપુર: બસપાના 6 ઘારાસભ્યોના કોંગ્રેસમાં જોડાણને લઇને ભાજપના ધારાસભ્ય મદન દિલાવરની એસએલપીની સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી થવાની સંભાવના છે. અરજીમાં દિલાવરે માંગ કરી છે કે, બસપાના 6 ધારાસભ્યોને મતદાન કરતા અટકાવવા જોઇએ. આ માટે રવિવારે સાંજે સુપ્રીમ કોર્ટે સૂચિ બહાર પાડી હતી.
ભારતીય જનતા પાર્ટીના ઘારાસભ્ય મદન દિલાવરે એસએલપીમાં હાઇકોર્ટની ખંડપીઠને 6 ઓગષ્ટના આદેશને પડકાર્યો છે અને 14 ઓગસ્ટથી શરૂ થવાના સત્રને ધ્યાનમાં રાખીને બસપાએ કોંગ્રેસના 6 ધારાસભ્યોને ગૃહમાં મતદાન કરતા રોકવા વિનંતી કરી છે. આ અરજી સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ અરૂણ મિશ્રા, ન્યાયાધીશ બી.આર. ગવાઈ અને ન્યાયાધીશ કૃષ્ણ મુરારીની બેંચની સુનાવણી કરવામાં આવશે.
SLPમાં દિલવાર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે, બસપાના ધારાસભ્યોના કોંગ્રેસમાં વિલીનીકરણના વિધાનસભાના અધ્યક્ષના આદેશ અને આ ધારાસભ્યોના મતદાન સહિત અન્ય કાર્યથી રોકવામાં નહી આવે તો અરજદારને ન પૂરી શકાય તેવું નુકસાન થશે. આ પહેલાં હાઇકોર્ટની બેન્ચ તરફથી 30 જુલાઈ, 2020ના રોજ આ વિધાયકોના વિલયના આદેશ પર રોકની માંગ કરી છે. ત્યાંથી આદેશ ન મળતાં 6 ઓગસ્ટ, 2020ના રોજ હાઈકોર્ટની બેંચ દ્વારા આવી જ માંગ કરવામાં આવી હતી, પરંતુ બંને જગ્યાએથી સ્ટેનો ઓર્ડર મળ્યો ન હતો.