વડાપ્રધાન મોદીએ મહાબલીપુરમમાં દરિયાના મોજા સાથે સંવાદ કરતા કરતા કવિતા લખીને કવિ હ્રદય પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની યાદ આપાવી દીધી. અટલજીની ઓળખ એક રાજનેતાની સાથે સંવેદનશીલ કવિ તરીકે પણ રહી છે. તેઓ પોતાની ભાવનાને સમયાંતરે કવિતાના રૂપે રજુ કરતા હતા.
PM મોદીએ પણ એમના રસ્તે ચાલતા કવિતાના માધ્યમથી પોતાની ભાવના વ્યક્ત કરી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે ઐતિહાસિક મહાબલીપુરમમાં શિખર વાર્તા માટે પહોંચેલા વડાપ્રધાન મોદી જ્યારે દરિયા કિનારે લટાર મારતા હતા ત્યારે દરિયાનું સૌંદર્ય અને તેમાં છુપાયેલા જીવન-દર્શનને શોધીને કવિતા રચી હતી.
ટ્વિટર પર રવિવારે તેમણે આ કવિતા શેર કરી હતી. સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ થતાં જ એમની કવિતા વાયરલ થઇ છે. ઉલ્લેખનીય છે કે, મોદીનો સાહિત્ય અને કવિતાઓ સાથે જૂનો સંબંધ છે.
દેશ, સમાજ, પર્યાવરણ, પ્રેમ, સંઘ નેતા વગેરે પર લખવામાં આવેલા 11થી વધારે પુસ્તક એમની પ્રકાશિત થયા છે.