ETV Bharat / bharat

અયોધ્યામાં ટ્રસ્ટે હનુમાન જયંતીના દિવસે ટ્રસ્ટનો લોગો જાહેર કર્યો - અયોધ્યામાં ટ્રસ્ટે હનુમાન જયંતીના દિવસે ટ્રસ્ટનો લોગો જાહેર કર્યો

હનુમાન જયંતીના અવસર પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનો સત્તાવાર લોગો જાહેર કરવામાં આવ્યો છે.

હનુમાન જયંતીના દિવસે ટ્રસ્ટનો લોગો જાહેર કર્યો

author img

By

Published : Apr 9, 2020, 12:25 AM IST

અયોધ્યાઃ હનુમાન જયંતીના અવસર પર શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનો સત્તાવાર લોગો જાહેર કરવામાં આવ્યો છે. આ લોગોમાં સૂર્યની વચ્ચે ભગવાન શ્રીરામની તસવીર છે. ભગવાન શ્રીરામની બંને બાજુ તેના પરમ ભક્ત બજરંગબલી હનુમાન બિરાજમાન છે અને લોગોની સૌથી નીચેના ભાગમાં રામો વિગ્રહ વાન ધર્મ લખેલું છે.

ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દશ બાદ રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે એક ટ્રસ્ટની રચના કરી હતી અયોધ્યામાં ટ્રસ્ટના સચિવ ચંપક રાયે હનુમાન જયંતીના દિવસે ટ્રસ્ટનો સત્તાવાર લોગો જાહેર કર્યો હતો.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના સચિવ ચંપક રાયે લોગો જાહેર કરતાં જણાવ્યું, આજે ભગવાન શ્રીરામની છઠ્ઠી પણ છે, એટલે કે તેમના જન્મબાદનો છઠ્ઠો દિવસ છે. હિન્દુ રીત રિવાજ પ્રમાણે નવજાતના જન્મ બાદ પહેલા ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. ઉપરાંત ભગવાન શ્રીરામના પરમ ભક્ત સંકટમોચક હનુમાનનો પણ જન્મદિવસ હનુમાન જયંતી પણ છે. તેથી લોગો જાહેર કરવા માટે આજના દિવસની પસંદગી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.