ETV Bharat / bharat

લૉકડાઉન એ કોવિડ -19 રોગચાળા સામે લડત લાવવાનું એકમાત્ર શસ્ત્ર છેઃ ગિરિરાજ સિંહ - કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહ

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લૉકડાઉન અંગેના નિર્ણયની પ્રશંસા કરતાં કહ્યું કે, લૉકડાઉન એ કોવિડ -19 રોગચાળા સામે લડત લાવવાનું એકમાત્ર શસ્ત્ર છે.

Giriraj Singh
Giriraj Singh
author img

By

Published : Apr 18, 2020, 8:36 AM IST

નવી દિલ્હી: કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યઉદ્યોગ પ્રધાન ગિરિરાજસિંહે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરેલા લૉકડાઉનને કોરોના વાઈરસ રોગચાળા સામે લડવાની એકમાત્ર શ્રેષ્ઠ પદ્ધતિ ગણાવી હતી.

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે કહ્યું: "હાલના માહોલમાં લૉકડાઉન એ કોવિડ -19 સામે લડવાનું એકમાત્ર શસ્ત્ર છે. રાજ્યોના સીએમઓ, WHO અને અન્ય દેશોએ પણ પીએમ મોદીના સમગ્ર દેશમાં લૉકડાઉન કરવાના નિર્ણયની પ્રશંસા કરી છે."

લોકડાઉન એ કોવિડ -19 રોગચાળા સામે લડત લાવવાનું એકમાત્ર શસ્ત્ર છેઃ ગિરિરાજ સિંહ

"જો લૉકડાઉન લાગુ ન કરવામાં આવ્યું હોત તો ભારતે સ્પેન, ઇટાલી, અમેરિકા અને અન્ય દેશો જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હોત. જ્યાં સુધી કોરોના વાઈરસ માટે યોગ્ય દવા ન મળે ત્યાં સુધી લોકોએ લૉકડાઉન અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે."

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાઈરસના કેસો ફેલાવવા માટે લૉકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત કરી હતી. જો કે, વડાપ્રધાને કહ્યું કે, 20 એપ્રિલ પછી થોડી છૂટછાટો આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.