ETV Bharat / bharat

પશ્ચિમ બંગાળમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન, રાજ્ય સરકારનો નિર્ણય

author img

By

Published : Jul 28, 2020, 6:23 PM IST

પશ્ચિમ બંગાળમાં કોરોના વાઇસરના વધતા સંક્રમણને કારણે લોકડાઉન વધારીને 31 ઑગષ્ટ સુધી લંબાવાયું છે. પશ્ચિમ બંગાળમાં કોરોના કેસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોરોના વાઇસરના કુલ 59,458 કેસ નોંધાયા છે.

West Bengal Lockdown Situation
પશ્ચિમ બંગાળમાં લોકડાઉનની પરિસ્થિતિ

કોલકતાઃ પશ્ચિમ બંગાળમાં કોરોના વાઇરસના વધતા સંક્રમણના કારણે રાજ્ય સરકારે લોકડાઉનની સમય મર્યાદામાં વધારો કર્યો છે. આ સમય મર્યાદા 31 ઑગષ્ટ સુધી લંબાવાઇ છે. મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, બકરી ઇદના તહેવારને કારણે શનિવારે પૂર્ણ લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં કોરોના વાઇરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કુલ 59,458 નવા કેસ સામે આવ્યા છે. જો કે, હાલ 39,917 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ ઉપરાંત કોરોનાના કારણે 1,411 લોકોના મોત થયા છે. રાજ્યમાં હાલ 19,502 એક્ટિવ કેસ છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટેના સહયોગને લઇ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. આ સાથે આરોપ લગાવ્યો કે, ‘સંવિધાનિક પદ પર રહેલા કેટલાંક લોકો’ સતત રાજ્ય સરકારને હેરાન કરી રહ્યા છે. પોતાના આ આરોપ અનુસાર બેનર્જી અપ્રત્યક્ષ રૂપે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ પર નિશાન સાધ્યું હતું. જે ગત વર્ષે જુલાઇમાં પદભાર સંભાળ્યા બાદ કેટલાંક મુદ્દાઓને લઇ સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસની સરકાર સાથે વિવાદમાં રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.