નવી દિલ્હી: લોકડાઉનના પાંચમાં તબક્કામાં ભારતીય રેલવે આજથી 1 જૂનથી 200 સ્પેશિયલ ટ્રેન શરુ કરવા જઈ રહી છે. ત્યારે પ્રથમ દિવસે 1.45 લાખથી વધુ પ્રવાસી રેલવેમાં પ્રવાસ કરશે. રેલવેએ જણાવ્યું છે કે, 26 લાખ જેટલા પ્રવાસીઓએ 30 જૂન સુધી સ્પેશિયલમાં ટ્રેનમાં પ્રવાસ માટે ટિકિટ બુક કરાવી છે.
પ્રવાસીઓ માટે રેલવેએ જાહેર કર્યા દિશા-નિર્દેશ
- પ્રવાસીઓને યાત્રાના સમયથી 90 મિનિટ પહેલા સ્ટેશન પર પહોચવાનું રહેશે.
- જે લોકો પાસે કન્ફર્મ/ આરએસી ટિકિટ હશે, તે લોકોને જ રેલવે સ્ટેશન પર આવવાની પરવાનગી આપવામાં આવશે.
- વેઈટિંગ ટિકિટ વાળા પ્રવાસીઓ પ્રવેશી નહીં શકે.
- જનરલ કોચમાં પણ સીટની સંખ્યા પ્રમાણે જ પ્રવાસીઓને બેસવા દેવામાં આવશે.
- રેલવે પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું કે, આગામી સમયમાં ટ્રેનોની સંખ્યા વધારાશે અને સ્થિતિ ઝડપથી સામાન્ય બનશે.