નવી દિલ્હીઃ કોરોના ચેપના વધતા જતા કેસો વચ્ચે ત્રીજી વખત દેશવ્યાપી લોકડાઉન આગળ ધકેલવામાં આવ્યું હતું. લોકડાઉન 3.0ને લઈને કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. કોંગ્રેસે લોકડાઉન 3.0 પર કેન્દ્ર સરકાર પર જોરદાર હુમલો કર્યો હતો. જેમાં ન તો દેશને કહ્યું, ન સૂચન કર્યું, ન કોઈ મુદ્દત આપી.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ગૃહમંત્રાલયે આદેશ જાહેર કર્યો હતો અને 17 મે 2020 સુધીમાં લોકડાઉન 3.0 લાગુ કરી દીધું હતું. ન તો વડાપ્રધાન હાજર થયા કે ન રાષ્ટ્રને સંબોધન આપ્યું, ન ગૃહ પ્રધાન આવ્યા, કોઈ અધિકારીઓ પણ આવ્યા નહીં. માત્ર એક સત્તાવાર ઓર્ડર જ આપ્યો.
સુરજેવાલાએ વધુમાં કહ્યું કે, ન તો દેશને કંઇ કહ્યું, ન સૂચન કર્યું, ન માર્ગ સૂચવ્યો, ન સમયની મુક્તિ જણાવી, ન તો દેશવાસીઓના દિલની વાત સાંભળી અને ન તો એમની વાત સાંભળી, ન દેશના મનમાં ઉભા થતા લાખો પ્રશ્નોના જવાબ આપ્યા.
સુરજેવાલાએ સરકારને લોકડાઉન સંદર્ભે 5 પ્રશ્નો પૂછ્યા છે.
- લોકડાઉન 3.0 પાછળનો હેતુ શું છે, વ્યૂહરચના શું છે, રસ્તો શું છે?
- શું લોકડાઉન 3.0 છેલ્લું છે અને મે 17ના રોજ સમાપ્ત થશે?
- 17 મે સુધીમાં કોરોનાને રોકવા અને આર્થિક સંકટને દૂર કરવા લક્ષ્યાંકો શું છે?
- લોકડાઉન 3.0થી બહાર આવી દેશને પાછો પાટા પર લાવવાની દિશા અને માર્ગ શું છે?
- 10 કરોડ કામદારોને ઘરે લઈ જવાની સમયરેખા અને પદ્ધતિ શું છે?