અયોધ્યાઃ હનુમાનગઢી મંદિરના પ્રમુખ પૂજારી ગદ્દીનશીન પ્રેમદાસ મહારાજે વડા પ્રધાન મોદીને પાઘડી, ચાંદીનો મુગટ અને પારંપરિક સ્ટોલ પહેરાવ્યો હતો. જે દરમિયાન PM માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પણ પુરૂ પાલન કર્યું હતું. પીએમ મોદીએ આ દરમિયાન હનુમાનજીની પ્રતિમા સામે શીશ ઝૂંકાવ્યું હતું.
![PM MODI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8302036_kj.jpg)
અયોધ્યાની વચ્ચે હનુમાનગઢીમાં રામભક્ત હનુમાનજીનું વિશાળ મંદિર છે. એવી માન્યતા છે કે, અયોધ્યામાં સૌથી પહેલા હનુમાનગઢી મંદિરમાં બજરંગબલીના દર્શન કરીને તેમના આશીર્વાદ લેવા જોઇએ અને જે બાદમાં જ અન્ય મંદિરોમાં જવું જોઇએ.
![PM MODI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8302036_m.jpg)
સૌપહેલા હનુમાનગઢી મંદિરના દર્શન કરવા પાછળ 'રામ દુઆરે તુમ રખવારે, હોત ન આજ્ઞા બિનુ પૈસારે...' વાળી માન્યતા જોવા મળે છે. એટલે કે, હનુમાનજીની કૃપા વગર કોઇપણ ભગવાન શ્રીરામના આશીર્વાદ મેળવી શકતા નથી.
![PM MODI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8302036_jj.jpg)
હનુમાનગઢીમાં દર્શન કર્યા બાદ પીએમ મોદી ભૂમિ પૂજન માટે પહોંચ્યા હતાં. તેમણે રામલલ્લાની સામે સાષ્ટાંગ દંડવત કર્યા હતા. મોદીએ પરિસરમાં પારિજાતનું રોપણ પણ કર્યું હતું.
![PM MODI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8302036_sjhu.jpg)
રામ લલ્લાના દર્શન બાદ પીએમ મોદીએ બધા ધાર્મિક અનુષ્ઠાન પુરા કર્યા અને રામ મંદિરની આધારશિલા રાખી હતી. તમને જણાવીએ તો ભૂમિપૂજનનું શુભ મુહર્ત 12.44.08 મિનિટ હતું.
![PM MODI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8302036_ghdgsh.jpg)
પૂજા દરમિયાન 9 શીલાઓનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત ભગવાન રામના કુળદેવી કાળકા માતાની પણ પૂજા કરવામાં આવી હતી. પૂજા કર્યા બાદ સંતે જણાવ્યું કે, દેશ અને દુનિયાના અલગ-અલગ ભાગોમાંથી શીલાઓ લાવવામાં આવી છે. જેના પર શ્રીરામનું નામ લખાયું છે. પૂજનના સમયે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
![PM MODI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8302036_k.jpg)
પીએમ મોદી દ્વારા અયોધ્યામાં ભૂમિ પૂજનની સાથે જ હવે રામ મંદિરનું નિર્માણ કાર્ય તેજીથી શરૂ થશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટે રામ મંદિરની સીમા નક્કી કરીને રાખી છે અને 2024ના પહેલા અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થશે.
![PM MODI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8302036_m.jpg)
દેશભરમાં જે-જે જગ્યાએ શિલા પૂજન થયું છે, તે બધી શિલાઓનો ઉપયોગ આ રામ મંદિરના નિર્માણમાં કરવામાં આવશે.