ETV Bharat / bharat

લોકોનું આયુષ્ય વધ્યું, પરંતુ કોરોનાને કારણે પ્રગતિ સામે સંકટ સર્જાયુઃ WHOનો અહેવાલ

સમગ્ર વિશ્વમાં બિમારી અને મૃત્યુ દરના પ્રવાહોના વિશ્વ આરોગ્ય સંગઠનના વાર્ષિક સિંહાવલોકન અનુસાર, ખાસ કરીને નીચી આવક ધરાવતા દેશોમાં આયુષ્યનાં વર્ષો વધ્યાં છે, પરંતુ કોવિડ-19ને કારણે આ પ્રગતિ ખોરવાઇ જાય તેવી શક્યતા છે.

author img

By

Published : May 19, 2020, 12:13 PM IST

લોકોનું આયુષ્ય વધ્યું, પરંતુ કોરોનાને કારણે પ્રગતિ સામે સંકટ સર્જાયુઃ WHOનો અહેવાલ
લોકોનું આયુષ્ય વધ્યું, પરંતુ કોરોનાને કારણે પ્રગતિ સામે સંકટ સર્જાયુઃ WHOનો અહેવાલ

હૈદરાબાદ: કોરોનાવાઇરસે આખા વિશ્વને ઘૂંટણિયે પાડી દીધું છે, ત્યારે તેની સાથે સાથે તેણે આરોગ્ય ક્ષેત્રે નોંધાયેલી પ્રગતિ સામે પણ વિક્ષેપનું જોખમ ઊભું કરી દીધું છે.

શ્રેણીબદ્ધ ચાવીરૂપ સંકેતોની સાથે સ્વાસ્થ્ય પરની વાર્ષિક ચકાસણી કરતા 2020 વર્લ્ડ હેલ્થ સ્ટેટિસ્ટિક્સમાં જણાવ્યા પ્રમાણે, "સમગ્ર વિશ્વમાં કોવિડ-19ને કારણે લોકોએ નોંધપાત્ર સંખ્યામાં જાન ગુમાવ્યા છે, લોકોની આજીવિકા અવરોધાઇ ગઇ છે અને આરોગ્ય ક્ષેત્રે થયેલી પ્રગતિ સામે પણ સંકટ સર્જાયું છે."

આ અહેવાલ અનુસાર, કેટલાંક ક્ષેત્રોમાં તાજેતરનાં વર્ષોમાં વિકાસ રૂંધાઇ ગયો છે અને રોગ પ્રતિરક્ષણ કવરેજમાં ભાગ્યે જ વધારો થયો છે અને ત્યાં મેલેરિયા ઉથલો મારી શકે છે, તેવી ચિંતા સેવાઇ રહી છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ એડ્હેનોમ ગેબ્રિયેસસના જણાવ્યા પ્રમાણે, "સારા સમાચાર એ છે કે, વિશ્વભરનાં લોકો લાંબું અને વધુ તંદુરસ્ત જીવન જીવી રહ્યાં છે અને ખરાબ સમાચાર એ છે કે, આ પ્રગતિ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (સાતત્યપૂર્ણ વિકાસનાં લક્ષ્યાંકો)ને સિદ્ધ કરવા માટે અત્યંત ધીમી છે અને કોવિડ-19ને કારણે આ પ્રગતિ વધુ રૂંધાશે."

કેન્સર, ડાયાબિટીસ, હૃદય તથા ફેફસાં સંબંધિત બિમારીઓ અને સ્ટ્રોક જેવા બિનચેપી રોગોને ખાળવા માટે તથા તેમની સારવાર કરવા માટે આરોગ્ય સેવાની અંદર અને તેની બહાર સેવાઓની અછત વર્તાઇ રહી છે.

સમૃદ્ધ આવક ધરાવનારા દેશોની તુલનામાં ઓછી અને મધ્યમ આવક ધરાવનારા દેશોમાં સર્વિસ કવરેજ ઘણું જ નીચું રહ્યું છે.

તમામ દેશો પૈકીના 40 ટકા કરતાં વધુ દેશોમાં પ્રત્યેક 10,000 લોકો દીઠ 10 કરતાં પણ ઓછા મેડિકલ ડોક્ટર ઉપલબ્ધ છે.

તે જ રીતે, 55 ટકા કરતાં વધુ દેશો પ્રત્યેક 10,000 લોકોની વસ્તી દીઠ 40 કરતાં ઓછો નર્સિંગ અને દાયણનો સ્ટાફ ધરાવે છે.

ટેડ્રોસે જણાવ્યું હતું કે, મહામારી તમામ દેશો માટે કોવિડ-19 જેવા રોગચાળા સામેના શ્રેષ્ઠ રક્ષણ તરીકે સમૃદ્ધ આરોગ્ય વ્યવસ્થા અને પ્રાથમિક આરોગ્ય સંભાળ ક્ષેત્રે રોકાણ કરવાની તાકીદની જરૂરિયાતને ઉજાગર કરે છે.

"આરોગ્ય વ્યવસ્થા અને આરોગ્ય સુરક્ષા એ એક સિક્કાની બે બાજુએ છે," તેમ તેમણે જણાવ્યું હતું.

સૌથી વધુ પ્રગતિ ઓછી આવક ધરાવનારા દેશોમાં નોંધાઇ હતી, જ્યાં 2000 અને 2016 વચ્ચે આયુષ્યમાં 21 ટકા અથવા તો 11 ટકાનો વધારો નોંધાયો હતો, તેની તુલનામાં ઊંચી આવક ધરાવતા દેશોમાં આયુષ્યમાં ચાર ટકા, અથવા તો ત્રણ વર્ષનો વધારો થયો હતો.

એચઆઇવી, મેલેરિયા અને ટીબી તથા ગિની વર્મ જેવી સંખ્યાબંધ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય બિમારીઓના નિવારણ અને તેની સારવાર માટેની પહોંચમાં થયેલો સુધારો એ ઓછી આવક ધરાવતા દેશોએ સાધેલી પ્રગતિ પાછળનું એક કારણભૂત પરિબળ હતું. બીજું એ કકારણ માતા મૃત્યુ દર તથા શિશુ આરોગ્ય સંભાળ ક્ષેત્રે થયેલો સુધારો છે, જેને કારણે 2000 અને 2018ની વચ્ચેના સમયગાળામાં શિશુ મૃત્યુ દરનું પ્રમાણ ઘટીને અડધું થઇ ગયું હતું.

WHOનાં આસિસ્ટન્ટ ડિરેક્ટર જનરલ ડો. સમીરા અસ્માએ જણાવ્યું હતું કે, કોવિડ-19ની મહામારી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ સામે લોકોનું રક્ષણ કરવાની, સાર્વત્રિક આરોગ્ય કવરેજને વેગ આપવાની અને મૂળભૂત સ્વચ્છતામાં સુધારો લાવવા જેવી જરૂરિયાતો પૂરી પાડવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે.

હેલ્થ કેર માટે ચૂકવણી કરવાની અસમર્થતા એ અન્ય એક મોટો પડકાર છે. હૂના અંદાજ અનુસાર, 2020ના વર્ષમાં આશરે એક અબજ લોકો તેમના ઘરના બજેટમાંથી ઓછામાં ઓછી દસ ટકા રકમ હેલ્થ કેર પાછળ વાપરશે. તેમાંથી મોટા ભાગના લોકો નીચી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં વસે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પડકારોનું નિવારણ લાવવાની કામગીરી એ આગામી સપ્તાહે યોજાનારી 73મી વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના એજન્ડામાં સમાવિષ્ટ છે. ઇતિહાસમાં પ્રથમ વખત આ એસેમ્બલી ઓનલાઇન યોજાશે. WHO મુખ્યત્વે કોવિડ-19 પર ધ્યાન આપશે અને સભ્ય રાષ્ટ્રો 18 અને 19મી મેના રોજ ભાગ લેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.