કેરળ: કાસરગોડ પાર્ટી કાર્યલય શ્યામા પ્રસાદ મુખર્જી મંદિરના ઉદ્વઘાટન પ્રસંગે વર્ચ્યુઅલ સભાને સંબોધન દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ અનેક આરોપો લગાવ્યા હતાં. તેમણે મુખ્યપ્રધાન પીનરઈ વિજયન પર કોવિડ 19 મહામારી સંબધિત આંકડાઓ છુપાવવાનો આરોપ લગાવ્યો છે. તેમજ આવી પરિસ્થિતિમાં નકારાત્મક રાજકારણ કરવાનો આક્ષેપ મુક્યો છે.
નડ્ડાએ ઉમેર્યુ હતું કે, દિલ્હી સ્થિત કેરળ હાઉસ નાગરિકતા સંશોધન એક્ટના વિરોધીઓ માટે ઉપલબ્ધ કરાવાયુ હતું. પરંતુ દિલ્હીમાં રહેતી અને કોરોના વોરિયર્સ નર્સો માટે તે ઉપલબ્ધ નથી. જ્યારે તેમને મદદની જરૂર હતી ત્યારે જ કેરળ સરકારે હાથ અધ્ધર કરી લીધા હતાં.
આ ઉપરાંત જે.પી. નડ્ડાએ પિનરઈ સરકાર પર હિંસાને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ મુક્યો હતો. નડ્ડાએ બાંહેધરી આપી હતી કે, રાજકીય હિંસામાં માર્યા ગયેલા લોકોની તપાસ થશે અને દોષીઓ સામે કડક કાયદેસરના પગલાં લેવાશે.