આપને જણાવી દઈએ કે, હાલમાં રેલ્વે સ્ટેશન પર ગીત ગાતી જોવા મળી રહેલી મહિલા રાનૂ મંડલે હિટ ગીત ગાઈને સોશિયલ મીડિયાથી લઈ ન્યૂઝ ચેનલોમાં પણ ખાસ્સો ચર્ચાનો વિષય બની હતી. બોલીવૂડ સિંગર હિમેશ રેશમિયાએ તેમની પાસે તેરી મેરી કહાની...ગીત રેકોર્ડ કરાવ્યું છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયું હતું. આ ગીતને સાંભળ્યા બાદ તેને ઘણી બધી ઓફર પણ મળી રહી છે.
જો કે, આ બાબતને લઈ હાલમાં લતા મંગેશકરે આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મારા નામથી કોઈનું સારુ થતું હોય તો હું મારી જાતને ધન્ય માનીશ. પણ આ જીવનની સચ્ચાઈ છે કે, તમે કોઈની નકલ કરીને બહુ આગળ જઈ શકતા નથી. એવા ઘણા લોકો છે જે, લોકોનું ધ્યાન ખેંચવા માટે રફી સાહેબ તથા મુકેશના ગીત ગાય છે. પણ થોડા સમય બાદ લોકો તેમને ભૂલી જાય છે.
રાનૂ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાનૂ ખૂબ જ સરસ ગાઈ રહી છે. પણ શું તેને યાદ રાખવામાં આવશે. હું પોતે પણ સુનિધી ચૌહાણ તથા શ્રેયા ધોષાલને જાણું છું, તેથી જીવનમાં આગળ વધવા માટે કોઈનો પણ સહારો ન લો.પણ હંમેશા ઓરિજનલ રહો.તેમણે વધુમાં આગળ જણાવ્યું હતું કે, તમે બીજાના ગીત ગાઈ શકો પણ તમે તમારી પોતાની આગવી ઓળખ પણ બનાવો.