ગુજરાતમાં 23 એપ્રિલે જે ચૂંટણી થવાની છે તેના માટે આજે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ છે. ગુજરાતમાં ઘણી એવી પણ બેઠકો છે જેના પર અગાઉથી નામ ફિક્સ થઈ ગયા હતા. જ્યારે અમુક બેઠકો પર નામ ફાઈનલ કરવામાં બાજપ અને કોંગ્રેસ બંનેને આંખે અંધારા આવી ગયા હતા. કારણે કોને ટિકીટ આપવી અને કોને નહીં એ કાંઈ ખાઈ લેવાના ખેલ નથી. તેથી જ તો બંને પાર્ટીઓ માટે આ ચૂંટણી લોઢાના ચણા ચાવવા બરાબર સાબિત થતી હોય તેવું જણાઈ રહ્યું છે, તેનું ખાસ ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ કે, છેલ્લી ઘડી સુધી અમુક બેઠકો પર નામ ફાઈનલ થયા નહોતા. પણ હવે ગુજરાતની તમામ 26 બેઠકો પર નામ જાહેર કરી દીધા છે. તો આવો જાણીએ ભાજપ અને કોંગ્રેસના તમામ 26 ઉમેદવાર.
આ રહી બંને પાર્ટીઓની SPECIAL 26 ની ટીમ
ક્રમ | બેઠકનું નામ | ભાજપના ઉમેદવાર | કૉંગ્રેસના ઉમેદવાર |
1 | અમદાવાદ પૂર્વ | એચ. એસ. પટેલ | ગીતાબહેન પટેલ |
2 | અમદાવાદ (પશ્ચિમ) (SC) | ડૉ. કિરીટભાઈ સોલંકી | રાજુ પરમાર |
3 | ગાંધીનગર | અમિત શાહ | ડૉ. સી. જે. ચાવડા |
4 | વડોદરા | રંજનબહેન ભટ્ટ | પ્રશાંત પટેલ |
5 | સુરત | દર્શનાબહેન જરદોશ | અશોક અધેવડા |
6 | રાજકોટ | મોહનભાઈ કુંડારિયા | લલિત કગથરા |
7 | ભરુચ | મનસુખ વસાવા | શેરખાન પઠાણ |
8 | મહેસાણા | શારદાબહેન પટેલ | એ. જે. પટેલ |
9 | જામનગર | પૂનમબહેન માડમ | મૂળુભાઈ કંડોરિયા |
10 | ભાવનગર | ડૉ. ભારતીબહેન શિયાળ | મનહર પટેલ |
11 | જૂનાગઢ | રાજેશ ચૂડાસમા | પૂંજાભાઈ વંશ |
12 | સુરેન્દ્રનગર | ડૉ. મહેન્દ્ર મુંજપરા | સોમાભાઈ પટેલ |
13 | પોરબંદર | રમેશભાઈ ધડુક | લલિત વસોયા |
14 | અમરેલી | નારણભાઈ કાછડિયા | પરેશ ધાનાણી |
15 | કચ્છ (SC) | વિનોદભાઈ ચાવડા | નરેશ મહેશ્વરી |
16 | આણંદ | મિતેશ પટેલ | ભરતસિંહ સોલંકી |
17 | ખેડા | દેવુસિંહ ચૌહાણ | બીમલ શાહ |
18 | પંચમહાલ | રતનસિંહ રાઠોડ | વી. કે. ખાંટ |
19 | દાહોદ (ST) | જશવંતસિંહ ભાભોર | બાબુભાઈ કટારા |
20 | છોટા ઉદેપુર (ST) | ગીતાબહેન રાઠવા | રણજીત રાઠવા |
21 | બનાસકાંઠા | પરબત પટેલ | પાર્થીભાઈ ભટોળ |
22 | સાબરકાંઠા | દીપસિંહ રાઠોડ | રાજેન્દ્ર ઠાકોર |
23 | પાટણ | ભરતસિંહ ડાભી | જગદીશ ઠાકોર |
24 | વલસાડ (ST) | ડૉ. કે. સી. પટેલ | જીતુ ચૌધરી |
25 | બારડોલી (ST) | પરભુભાઈ વસાવા | ડૉ. તુષાર ચૌધરી |
26 | નવસારી | સી. આર. પાટીલ | ધર્મેશ પટેલ |