કર્ણાટકનો રાજકીય સંગ્રામ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કર્ણાટક સરકારમાંથી રાજીનામું આપી દીધેલા કોંગ્રેસ અને જદયુના નેતાઓ સરકારનો અપ્રત્યક્ષ રીતે બચાવ કરતા સ્પિકર વિરુદ્ધ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ ધારાસભ્યોના વકિલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, કર્ણાટકના સ્પિકર કાયદાનું યોગ્ય પાલન કરતા નથી.
આ અગાઉ કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયાએ એક બેઠક યોજી કહ્યું હતું કે, અમે બળવાખોર નેતાઓને અપિલ કરીએ છીએ કે, તેઓ પાછા આવી જાય. અહીં આ બેઠકમાં સિદ્ધારમૈયાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ અમારા નેતાઓેને પૈસાની લાલચ આપી તેમને તોડવાની કોશિશ કરી રહ્યા છે. ઉપરાંત આ ધારાસભ્યોને મંત્રી પદ આપવાની પણ ઓફર આપવામાં આવી રહી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપ અમારી સરકારને પાડવા માટે અગાઉ પાંચ વખત પ્રયત્નો કરી ચૂકી છે અને આ છઠ્ઠો પ્રયાસ છે પણ તેઓ સફળ થશે. અમારા તમામ ધારાસભ્યો વિશ્વાસું છે તથા અમારી સરકાર યોગ્ય રીતે જ ચાલશે.
તો વળી બીજી બાજુ રાજ્યની પરિસ્થિતિને લઈ કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન યેદીયુરપ્પા પણ ભાજપના કાર્યકર્તાઓેને લઈને ધરણા પર બેસી ગયા છે. તેમણે કાર્યકર્તાઓની સાથે વિધાનસભાની બહાર ધરણા પ્રદર્શન પણ કરી રહ્યા છે.
UPDATES-
કર્ણાટકમાં જે રીતે રાજકીય ગરમાવો વધી રહી છે, તેની સીધી અસર મુંબઈમાં પણ થઈ રહી છે, કેમ કે કર્ણાટકના જે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, તેઓ મુંબઈમાં રોકાયેલા છે. આ ધારાસભ્યોને મનાવવા તથા મળવા માટે કોંગ્રેસ નેતા ડિકે શિવકુમાર પહોંચ્યા હતાં, જ્યાં તેમનો વિરોધ કરી 'ગો બેક'ના નારા લગાવ્યા હતાં.
શિવકુમારને હોટલમાં ઘુસવા પણ નહોતા દીધા.
આ ઘટના અંગે શિવકુમારે જણાવ્યું હતું કે, આ તમામ ડ્રામા પાછળ ભાજપનો હાથ છે.
UPDATES-
કર્ણાટકમાં વિધાનસભા અધ્યક્ષ કે.આર.રમેશ સદનમાં 17 જૂલાઈના રોજ એચ.ડી.કુમારાસ્વામી સરકારને બહુમત સાબિત કરવા બોલાવી શકે છે. તેમણે મંગળવારના રોજ કોંગ્રેસ અને જદયુ નેતાના રાજીનામા સ્વીકારવાની મનાઈ કરી દીધી છે. સ્પિકરે કહ્યું હતું કે, રાજીનામામાં આઠ ધારાસભ્યોના રાજીનામા યોગ્ય ફોર્મેટમાં નથી જ્યારે અન્ય પાંચને સ્પષ્ટીકરણ આપવાની જરૂર છે કે તેમનું આ પગલુ કેમ પક્ષપલટાના કાયદામાં નથી આવતું.
તેમણે કહ્યું હતું કે, આ ધારાસભ્યોના રાજીનામાને ફરીથી જમા કરાવવા માટે તથા સ્પષ્ટીકરણ કરવા માટે ફરી 21 જૂલાઈનો સમય આપવામાં આવ્યો છે.
આ 13 ધારાસભ્યોમાં 10 કોંગ્રેસ અને ત્રણ જદયુના છે.
એક એવી પણ વાત આવી રહી છે કે, કોંગ્રેસ ધારાસભ્યોમાં સૌથી મોટા રામલિંગ રેડ્ડીને મુખ્ય ચહેરો માનવામાં આવે છે જે બળવાખોરોમાં સામેલ છે. સાથે સાથે તેમની દિકરી કોંગ્રેસ ધારાસભ્ય સૌમ્યા રેડ્ડીએ પણ દિલ્હીમાં કોંગ્રેસ તથા યુપીએના નેતાઓ સાથે બેઠક કરી અને સોનિયા ગાંધીને પણ મળ્યા હતાં.