કોલકાતા: પશ્ચિમ બંગાળમાં પરવાનગી હોવા છતાં જૂટ મિલો ખોલવામાં ન હતી, જેના કારણે કામદારોમાં નિરાશા જોવા મળી હતી. હાલ લોકડાઉન હોવાથી રોજગરી મળતી નથી જે કારણે તેમને ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પત્ર લખીને જૂટ મિલો શરૂ કરવાની વિનંતી કરી હતી. જે બાદ મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રાજ્યની બધી જૂટ મિલોને મર્યાદિત કર્મચારીઓ સાથે ખોલવાની મંજૂરી આપી હતી. પરંતુ મિલોને તાળા મારી દેવામાં આવ્યા છે. ફેક્ટરીના ગેટ પર લખ્યું હતું કે - ફેકટરી લોકડાઉનને કારણે બંધ છે.
ઉલ્લેખનીય છે કે, સરકારે તમામ જૂટ મિલનો 15 ટકા મજૂરો સાથે ખોલવાનો નિર્દેશ આપ્યો હતો. કામદારો જણાવે છે કે, મિલ ખોલવાના સમાચારથી થોડી આશા હતી, પરંતુ આજે પણ મિલ શરૂ થઈ નથી, જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 15 ટકા કામદારો સાથે જૂટ મિલ ખોલવાની મંજૂરી આપી છે. જો મીલ ખુલે તો અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ કામ મેળી શકે છે.
મીલ મજૂરોના જણાવ્યા મુજબ, મીલ માલિકોએ મજૂરોને થોડીક રાહત આપવી જોઈએ કારણ કે, તેમની પાસે આવકનો બીજો કોઈ સ્રોત નથી. આ ફેક્ટરીઓમાં મોટી સંખ્યામાં બિહાર અને યુપીના લોકો કામ કરે છે.
નોંધનીય છે કે, મીલમાં ઓછામાં ઓછા ચારથી પાંચ હજાર મજૂરો કામ કરે છે. સૌથી વધુ મીલો અને પશ્ચિમ પરગના અને હુગલીમાં છે.