ફક્ત કેન્દ્ર સરકાર અથવા ફક્ત રાજ્ય સરકાર આખા દેશને ચલાવી શકશે નહીં. આવી સ્થિતિમાં સ્થાનિક સ્તરે વહીવટી વ્યવસ્થા પણ જરૂરી છે. આ કામ માટે બલવંત રાય મહેતાની અધ્યક્ષતામાં 1957માં એક સમિતિની રચના કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ દર વર્ષે 24 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. 1993મા આ દિવસે 73મા બંધારણ સુધારો અમલમાં આવ્યો હતો. આ અધિનિયમ 1992માં પસાર થયો હતો.
2010માં પ્રથમ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 73મા સુધારાના અમલથી રાજકીય સત્તાને છેવાડા સુધી વિકેન્દ્રિત કરવામાં મદદ કરશે.
પંચાયતી રાજનો ઈતિહાસ
સૌ પ્રથમ 1957મા બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી. સમિતિએ સત્તાના લોકશાહી વિકેન્દ્રીકરણની ભલામણ કરી હતી. આ સમિતિમાં પંચાયતી રાજની કલ્પના ભારતમાં પહેલીવાર રચાઈ હતી. સમિતિએ ત્રિ-સ્તરીય પંચાયતી રાજ પ્રણાલીની ભલામણ કરી હતી.
- ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત
- તાલુકા કક્ષાએ તલુકા પંચાયત
- જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત
મહત્વપૂર્ણ તથ્યો
રાજસ્થાન પંચાયતી રાજનો અમલ કરનારૂ દેશનું પહેલું રાજ્ય બન્યું હતું. આ યોજનાનું ઉદ્ઘાટન તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ દ્વારા નાગૌર જિલ્લામાં 2 ઓક્ટોબર, 1959ના રોજ કરાયું હતું. આ યોજના પાછળથી 1959માં આંધ્રપ્રદેશમાં પણ લાગુ કરવામાં આવી હતી.
આપણા દેશમાં 2.54 લાખ પંચાયતો છે. જેમાંથી 2.47 લાખ ગ્રામ પંચાયતો છે. અહીં 6283 તાલુકા પંચાયતો છે. અહીં 595 જિલ્લા પંચાયતો છે. દેશમાં 29 લાખથી વધુ પંચાયતના સભ્યો છે.
પંચાયતી રાજ મંત્રાલય પંચાયતોને આપવામાં આવતા પુરસ્કારોનું આયોજન કરે છે. આ એવોર્ડ દર 24 એપ્રિલે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી પંચાયતોને આપવામાં આવે છે.
- નાનજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા એવોર્ડ ગ્રામ સભાના ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગ્રામ પંચાયતોને આપવામાં આવે છે.
- દીન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ એવોર્ડ ત્રણેય સ્તરની પંચાયતો માટે સામાન્ય અને વિષયોની શ્રેણીમાં આપવામાં આવે છે.
- બાલ સુલભ ગ્રામ પંચાયત એવોર્ડ.
- ગ્રામ પંચાયત વિકાસ યોજના પુરસ્કાર - દેશભરમાં ત્રણ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ગ્રામ પંચાયતોને એવોર્ડ આપવામાં આવે છે.
- પંચાયતોની ઈ-સક્ષમતા માટેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રાજ્યોને ઈ-પંચાયત એવોર્ડ આપવામાં આવે છે.
મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, જો ગામો સમાપ્ત થશે તો દેશનો પણ અંત આવશે. તેથી ગ્રામ સ્વરાજ પર ભાર આપવો પડશે . ગાંધીજીએ વાઈબ્રન્ટ ગામડાઓનું સ્વપ્ન જોયું હતું. જે ભારતની કરોડરજ્જુ બની ગયું. તેમના મતે ગામ સ્વરાજ એટલે ગામનો વહીવટ.
પંચાયતી પદ્ધતિથી કેટલો ફાયદો થયો
- કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, સિક્કિમ અને પંશ્ચિન બંગાળએ સારું પ્રદર્શન કર્યું છે.
- કેટલીક પંચાયતો આગવુ વલણ ઉભું કર્યું છે.
- મહારાષ્ટ્રની ચનુષા ગ્રામ પંચાયતે ODF ગામ તરીકે ઓળખાવામાં આવે છે. આ પંચાયતે ઘણા શૌચાલયો બનાવ્યા છે, તેમજ ગામના લોકોને સ્વચ્છ પાણી મળી રહે તે માટે આરઓ સિસ્ટમ પણ લગાવી છે.
- પંજાબની સચર્દરે ગામની ગ્રામ પંચાયત દરેક ગલી અને ખૂણાને પ્રકાશિત કરવા માટે સૌલર પેનલ લગાવી છે.
- ઝારખંડની દોહા કુત્તુ પંચાયતે જંગલનું મહત્વ સમજી છે. અહીંની મહિલાઓ ઝાડને પોતાનો ભાઈ માને છે, કારણ કે સમાજમાં એક નવી પરંપરા શરૂ કરી અહીંના લોકો જંગલ કાપવાનો વિરોધ કરે છે.
ઈ પંચાયત
- પંચાયતી રાજ એપ્લિકેશન હાલમાં એન્ડ્રોઈડ ફોન માટે ઉપલબ્ધ છે. તેને વધુ ઈન્ટરેક્ટિવ બનાવવા માટે, કોમેન્ટ કે પ્રતિસાદ પોસ્ટ કરવાનો વિકલ્પ વાચકોને પ્રદાન કરવામાં આવશે.
- રાજ્યની વિધાનસભાઓએ ગ્રામ પંચાયતોને સ્વ-સાશન માટે પુરતી સત્તા આપી છે. તેમને આર્થિક વિકાસ અને સામાજિક ન્યાય માટેની યોજનાઓ ઘડવાની અને અમલીકરણની જવાબદારી સોંપી શકાય છે તે માટે પંચાયતોને કેટલીક કાયદાકીય સત્તાઓ પણ આપવામાં આવી છે.
- રાજ્ય પંચાયતને મહેસૂલ, વસૂલાત વેરો, વસૂલવાની ફરજ, ટોલ ફી વગેરે એકત્રિત કરવા માટે સત્તા આપી શકે છે. પંચાયતના વિકાસ માટે રાજ્યના કન્સોલિડેટેડ ફંડમાંથી પંચાયતોને અનુદાન આપી મદદ કરી શકે છે. દેશમાં પંચાયતી રાજ પ્રણાલીની રજૂઆત એ સત્તાના વિકેન્દ્રીકરણ તરફ એક ઉમદા પગલું છે.
મહિલા સરપંચ
- 73મા બંધારણીય સુધારો દ્વારા પંચાયતોમાં દરેક સ્તરે એક તૃતીયાંશથી ઓછી બેઠકો મહિલાઓને આપી પંચાયતોમાં મહિલાઓને અનામત આપવામાં આવી છે.
- આસામ, આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિળનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ એમ કુલ વીસ રાજ્યોમાં પંચાયતી રાજ અધિનિયમના તમામ સ્તરે પંચાયતોમાં મહિલાઓ માટે કુલ બેઠકોના 50 ટકા અનામતની જોગવાઈ છે.
- પંચાયતી રાજ મંત્રાલય(એમઓપીઆર) ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓની ક્ષમતા વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
- રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી મળેલી માહિતીના આધારે પંચાયતી રાજની સંસ્થાઓમાં ,106,100 મહિલા સરપંચ કે વડા છે.
1. છવી રાજાવાટ, રાજસ્થાન: તેમણે સોદા ગામના સરપંચ બનવા માટે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીમાંથી નોકરી છોડી દીધી.
2. શહનાઝ ખાન, હરિયાણા: ભરતપુરના ગઢજેનના ગ્રામજનોએ માર્ચ 2018માં એમબીબીએસની વિદ્યાર્થીની શહનાઝ ખાનને તેમની સરપંચ તરીકે પસંદ કરી હતી.
3. ભક્તિ શર્મા, મધ્ય પ્રદેશ: ભક્તિ શર્મા અમેરિકાથી બરખેડી અબ્દુલ્લા ગામમાં સરપંચની ચૂંટણી લડવા માટે પરત ફરી હતી. ભારતની ટોચની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં ભક્તિ શર્માનો સમાવેશ થયો હતો.