ETV Bharat / bharat

કેન્દ્રીય એજન્સીઓએ વિકૃત માનસિકતા ધરાવતા લોકોની ધૂન પર નાચવું ન જોઇએઃ સીએમ વિજયન

કેરળના મુખ્ય પ્રધાને કેન્દ્રીય તપાસ એજન્સીઓની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, એજન્સીઓએ વિકૃત માનસિકતા ધરાવતા લોકોની ધૂન પર નાચવું ન જોઇએ. જણાવીએ કે, કેન્દ્રીય તપાસ એજન્સી રાજ્યમાં કેટલીક પરિયોજનાની તપાસ કરી રહી છે.

Kerala CM
Kerala CM
author img

By

Published : Nov 17, 2020, 10:51 AM IST

  • કેરળના મુખ્ય પ્રધાને કેન્દ્રીય એજન્સીઓની ટીકા કરી
  • કોવિડ-19 બેઠકમાં એજન્સીઓ અંગે પણ ચર્ચા થઇ
  • એજન્સીઓએ વિકૃત માનસિકતા ધરાવતા લોકોની ધૂન પર નાચવું ન જોઇએઃ સીએમ વિજયન

તિરુવનંતપુરમઃ કેરળના મુખ્ય પ્રધાન પિનરાઇ વિજયને રાજ્યમાં લાઇફ મિશન અને કે-ફોન પરિયોજનાઓ સહિત કેટલાક મામલે તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સીઓની ટીકા કરતા કહ્યું કે, આ એજન્સીઓએ વિકૃત માનસિકતા ધરાવતા લોકોની ધૂન પર નાચવું ન જોઇએ.

કેગ રિપોર્ટ માગવા અંગે એજન્સીઓ વિરુદ્ધ નારાજગી દર્શાવી હોવાની શક્યતા

અહીં કોવિડ-19ની સમીક્ષા બેઠકમાં સામેલ થયા બાદ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આયોજિત સંવાદદાત સંમેલનમાં વિજયને તે બધી તપાસ એજન્સીઓ વિરુદ્ધ નારાજગી દર્શાવી કે, જેમણે અલગ-અલગ વિકાસ પરિયોજનાઓનું વિવરણ અને KIIFB પર કેગ રિપોર્ટ માગ્યો છે.

જો કે, એક રિપોર્ટ અનુસાર ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષકે (કેગ) કહ્યું હતું કે, કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ફંડ બોર્ડ (KIIFB) ગેરબંધારણીય રીતે ઋણ લઇ રહ્યું છે.

કે-ફોન પરિયોજના અંગે તપાસ

અલગ-અલગ તપાસ એજન્સીઓ રાજ્ય સરકારની વિભિન્ન પરિયોજનાઓની તપાસ કરી રહી છે. જેમાં કે-ફોન પરિયોજના પણ સામેલ છે. જે મુજબ રાજ્યમાં બધા લોકોને મફત ઇન્ટરનેટ સેવા આપવામાં આવશે. વિજયને કહ્યું કે, કે-ફોન પરિયોજનાનું લક્ષ્ય રાજ્યના બધા ઘર અને કાર્યાલયોમાં ઇન્ટરનેટ સુવિધા ઉભી કરવાનું છે અને કેટલાક લોકોને આ પસંદ નથી આવી રહ્યું.

વિજયને ઉઠાવ્યા સવાલ

વિજયને વધુમાં કહ્યું કે, આપણે સમજીએ છીએ કે, આમાં પોતાનું હિત છે, પરંતુ દેશની કોઇપણ તપાસ એજન્સીઓનું આ મામલે શું હિત હોઇ શકે? તે શા માટે હસ્તક્ષેપ કરી રહી છે? આ KIIFB દ્વારા પોષિત અને દેશની નવરત્ન કંપનીઓમાંથી એક ભેલ દ્વારા તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે, વામ સરકાર તે તમામ જવાબદારીઓ પૂર્ણ કરશે જે જનતાએ તેમને આપી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.