કાર્તિએ કહ્યું કે, CBI મારા વિરુદ્ધ પણ કાર્યવાહી કરી ચુક્યું છે. તેમને CBIની કાર્યશૈલી ખબર છે. તેઓએ કહ્યું કે, આટલા લાંબા સમય વિત્યા બાદ પણ કોઈ ચાર્જશીટ દાખલ કરવામાં નથી આવી. એનાથી એ સાબિત થાય છે કે તેમના પિતા વિરુદ્ધ કોઈ કેસ છે જ નહી. CBIએ જ્યારે પી ચિદમ્બરમની તેમના ઘરેથી ધરપકડ કરી ત્યારે કોંગ્રેસ સમર્થકોએ ખુબ વિરોધ પણ કર્યો હતો.
પી ચિદંબરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમના પિતાની ધરપકડ બાદ કહ્યું કે, 'મારા પર ચાર વખત CBI રેડ પાડવામાં આવી અને આવું કોઈ સાથે નથી થયું. હું લગભગ 20 વખત CBIને નિવેદન આપી ચુક્યો છું.' આગળ તેમણે કહ્યું કે, 'મારા પિતા સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે તે રાજનૈતિક બદલાની ભાવનાથી કરવામાં આવી રહ્યું છે.'
કાર્તિએ કહ્યું કે, 'મારા પર ચાર વખત રેડ પાડવામાં આવી અને પુછતાછનો સમય હંમેશા 10-12 કલાક સુધી રહેતો હતો. હું 12 દિવસ સુધી CBIનો મહેમાન રહ્યો. તેમ છતા પણ હજુ સુધી કોઈ ચાર્જશીટ દાખલ થઈ નહી. આ કથિત બાબત 2008માં થયું અને 2017માં પ્રાથમિક દાખલ કરવામાં આવ્યું. તેઓએ કહ્યું કે, મે કોંગ્રેસ પાર્ટી,રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના સમર્થન માટે આભારી છું.'