આ હત્યાકાંડમાં ગુજરાત પોલીસે ત્રણ લોકોની શંકાને આધારે ધકપકડ કરી છે. બીજી તરફ કમલેશ તિવારીનું માથુ કાપી લાવનારને 51 લાખનું ઈનામ જાહેર કરનાર મૌલાનાની પણ અટકાયત કરાઈ છે. જ્યારે કમલેશ તિવારીનો મૃતદેહ ઘરે પહોંચ્યા બાદ તેમના પરિવારજનોએ મુખ્યપ્રધાનને બોલાવવા માટે માગ કરી છે.
કમલેશની પત્ની કિરણની ફરિયાદ પર પોલીસે મૌલાના વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. કમલેશના પરિવારજનો દુ:ખની સાથે ગુસ્સામાં પણ છે. પરિવારે સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તેમની સાથે મુલાકાત નહીં કરે ત્યાં સુધી તેઓ કમલેશના અંતિમ સંસ્કાર નહીં કરે. તેમજ કિરણે ચેતવણી આપતા કહ્યું છે કે જો યોગી તેમને મળવા નહીં આવે તો પોતે આત્મદાહ કરી લેશે.
ઉત્તર પ્રદેશ પોલીસ પણ ગુજરાત એટીએસના સંપર્કમાં છે. ભગવાધારી બે યુવકોએ હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની ગળું કાપીને હત્યા કરી હતી. ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલ ઉઠાવતી આ ઘટનામાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની ધોળા દિવસે હત્યા કરાઈ હતી.
આ સમગ્ર ઘટનામાં પોલીસ સૂત્રો મૂજબ હત્યારા મીઠાઈના ડબ્બામાં છરી લઈને આવ્યા હતાં.
હુમલાખોરોએ કમલેશ તિવારી પર ચાકુ વડે 15થી વધુ વાર કર્યા હતાં. આરોપીઓના સીસીટીવી ફૂટેજ મળ્યા છે. આ અંગેની જાણકારી અનુસાર, ભગવા વસ્ત્રો પહેરીને આવેલા બે બદમાશો હાથમાં મીઠાઈનો ડબ્બો લઈને કમલેશ તિવારીને મળવા આવ્યા હતાં. વાતચીત કરતા તેમની સાથે ચા પણ પીધી હતી. તેના પછી મીઠાઈના બોક્સમાં છૂપાવી લઇ આવેલ રિવોલ્વર અને ચાકુ વડે તિવારી પર હુમલો કર્યો હતો. જેમાં તિવારીને ગળા પર ચાકુથી 15 ઘા અને ગોળી મારીને તેઓ નાસી ગયા હતાં. સુરત પોલીસ ઉપરાંત ગુજરાત પોલીસ અને યુપી પોલીસ આ કેસની તપાસમાં જોતરાઈ છે. જ્યાં તેઓ હાલ ધરપકડ કરાયેલા શંકમંદોની પૂછપરછ કરી રહ્યાં છે. બીજીતરફ સીસીટીવીના આધારે તપાસ ચાલી રહી છે.
મહત્વના મુદ્દા
- સીતાપુરમાં કરાશે અંતિમ સંસ્કાર
- કમલેશ તિવારીની હત્યા બદલ ઈનામ જાહેર કરનાર મૌલાનાની ધરપકડ
- મુખ્યપ્રધાન આદિત્યનાથે મુખ્યપ્રધાન અને ડીજીપી પાસે રિપોર્ટ માંગ્યા
- SITની રચના, આઈજી, એસ.આઈ.ભગતના વડપણાં થશે તપાસ...
- મૃતદેહ સીતાપુર પહોંચ્યો, પરિવારજનોએ સ્વીકારવાનો કર્યો ઈન્કાર, મુખ્યપ્રધાનને મળવાની માગ