હાસને વધુમાં કહ્યું કે, “મને લાગે છે કે, રાજનીતિની ગુણવત્તા નીચે જઈ રહી છે. મને ડર નથી લાગતો. બધા ધર્મના પોતાના આતંકવાદી છે. આપણે દાવો ન કરી શકીએ કે આપણે પ્રવિત્ર છે. ઈતિહાસ સાક્ષી છે કે, બધા ઘર્મોના પોતાના ચરમપંથી રહ્યા છે.”
કમલ હાસનની નેતૃત્વવાળી મક્કલ નિધિ મૈયમની એક જાહેરસભામાં બે અજ્ઞાત લોકોએ સ્ટેજ પર ઈંડા અને પથ્થર મારો કરવાના કારણે તણાવ વધુ બન્યો હતો.
આ ઘટના તે સમયે બની, જ્યારે હાસન પોતાનું ભાષણ સમાપ્ત કરીને સ્ટેજ પરથી નીચે ઉતરી રહ્યા હતા, પરંતુ આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા પહોંચી નથી.
આ વચ્ચે કોઈંબતુર જિલ્લા પોલીસે શુક્રવારે સુલૂર ઉપચૂંટણીમાં પ્રચાર કરવા માટે અભિનેતાને પરવાનગી આપાવાની મનાઈ કરી હતી.
આ ઘટના પર કમલ હાસને કહ્યું કે, “મને લાગે છે કે, રાજનીતિની ગુણવત્તા નીચે જઈ રહી છે. મને થોડો પણ ડર નથી લાગી રહ્યો. બધા ઘર્મના પોતાના આતંકવાદીઓ છે, આપણે એવો દાવો ન કરી શકીયે કે, અમે પવિત્ર છે. ઈતિહાસથી ખબર પડે છે કે બધા ધર્મોના પોતાના ચરમપંથી છે.”
કમલ હાસને નથુરામ ગોડસે પર આપેલા નિવેદનને લઈને થઈ રહેલા પ્રદર્શન પર કહ્યું કે, “હું ધરપકડથી ડરતો નથી. જો મારી ધરપકડ થશે તો તેનાથી પણ સમસ્યા ઊભી થઈ શકે છે. આ ચેતવણી નથી પણ એક સૂચન છે.”