મધ્યપ્રદેશ: વિજયવર્ગીયએ કહ્યું કે, મમતા સરકાર બાંગ્લાદેશથી શૂટર બોલાવી અમારા કાર્યકર્તાઓની હત્યા કરાવી રહી છે. સરકાર શૂટરો બોલાવી હુમલો કરાવી શકે છે. મમતા બેનર્જીએ કોવિડ-19ના સમયગાળામાં વડાપ્રધાને મોકલેલા રાશન પણ સગેવગે કર્યું છે. ટીએમસીના લોકો ટીએમસી નેતાઓને મારે છે. બોમ્બ ફેંકે છે. સરકારના અંદરો અંદર બે ભાગ છે.
મમતા સરકાર પર આરોપ લગાવ્યા
વિજયવર્ગીયે મમતા સરકાર પર વિરોધીઓને સાફ કરવા માટે બાંગ્લાદેશથી શૂટર્સ બોલાવવાનો આક્ષેપ કર્યો છે. આ સિવાય તેમણે 8 ઓક્ટોબરના પ્રદર્શનકારીઓ પર રાજ્ય સરકાર દ્વારા રસાયણ યુક્ત પાણી ફેંકવાનો આરોપ છે. તેમનું કહેવું છે કે, આ પાણીના કારણે અમારા કેટલાક કાર્યકર્તા બેહોશ થયા હતા.
રાજ્યપાલ જગદીપ ધનખડે એક પત્રમાં કહ્યું કે, તેમણે મુખ્યપ્રધાન મમતા બેનર્જીને ગત્ત 11 ઓક્ટોબરના લખ્યો હતો. જેમાં તેમણે રાજ્યમાં બગડતી કાયદાની વ્યવસ્થાની સ્થતિને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટ કરી કહ્યું કે, હું ગેરકાયદે બોમ્બ બનાવવા, અપરાધીઓ દ્રારા હિંસાને લઈ મુદ્દાઓ ઉઠવતો રહ્યો છું. ત્યારે મનીષ શુક્લાની હત્યા થઈ હતી. હવે કોલકતાના બેલિયાઘાટમાં ક્લબમાં બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવી છે.
રાજ્યપાલની આ ટિપ્પણી એવા સમય પર સામે આવી છે. જ્યાં એક દિવસ પહેલા પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતાના એક સ્થાનિક ક્લબમાં વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં કોઈ ઘાયલ થયું નથી.