મધ્ય પ્રદેશ: મધ્ય પ્રદેશમાં ફરી રાજકીય સંકટ ઘેરાયું છે. સૂત્રોની જાણકારી અનુસાર જ્યોતિરાદિત્ય સિંધિયાના 6 સમર્થકો સહિત 17 ધારાસભ્યોને બેંગ્લોર લઇ જવામાં આવ્યા છે. હાલમાં જ મધ્યપ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય હરદીપસિંહ ડુંગના રાજીનામાના સમાચાર હતા. પાર્ટીના અન્ય ધારાસભ્ય પણ રવિવારે સાંજે બેંગ્લોરથી પરત ફર્યા છે. મુખ્યપ્રધાન કમલનાથ રવિવારથી જ દિલ્હીમાં છે. તેમણે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે, સિંધિયા સમર્થક પ્રધાન અને ધારાસભ્યો ઇચ્છે છે કે, સિંધિયાને રાજયસભાના ઉમેદવાર બનાવવામાં આવે. રાજ્યમાં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી પડેલી છે. તે માટે 26 માર્ચે ચૂંટણી યોજાવાની છે. અને 13 માર્ચ નામાંકન ભરવાની છેલ્લી તારીખ છે. કોંગ્રેસની ત્રણ સીટોમાંથી બે સીટો આવવાની સંભાવના છે. તેને લઇને કોગ્રેસના ઉમેદવારોના નામને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજય સિંહને કોંગ્રેસ તરફથી રાજ્યના મોટા દાવેદાર માનવામાં આવી રહ્યા છે.