નવી દિલ્હી :નિર્ભયા ગેંગરેપની ચકચારી ઘટનાએ દેશના લોકોના અંતરઆત્માને હલાવી નાખ્યો હતો અને ત્યાર બાદ દેશભરમાં ન્યાયની માંગ સાથે તેમજ આવી ક્રુરતા આચરનાર દોષિતો સામે કડક પગલાની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા.
ઝડપી ન્યાયની માંગ વચ્ચે પણ દોષિતોએ કાયદાકીય છટકબારીનો લાભ લઇને આ કેસને સાત વર્ષ સુધી ખેંચ્યો.ચારેય દોષિતોને આખરે ફાંસીના ફંદા પર લટકાવવામાં આવશે અને તમામ અવરોધો અને છીંડાઓ સામે આપણી ન્યાય અને વ્યવસ્થાની જીત થશે.
હવે ખરા અર્થમાં નિર્ભયાના આત્માને શાંતિ મળશે.