ETV Bharat / bharat

મહામારીના ફેલાવાને સમજવા માટેની નવી ટેક્નીક તૈયાર કરવા માટેના પ્રોજેક્ટ સાથે જોન્સ હોપકીંગ્સે હાથ મીલાવ્યો

જાણીતી Covid-19 ટ્રેકીંગ મેપ બનાવનાર જોન્સ હોપકીંગ્સ યુનિવર્સીટીના પ્રોફેસરે વર્તમાનમાં અને ભવિષ્યમાં કેવી રીતે અને શા માટે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તે સમજવા માટેની નવી રીતો શોધી રહેલા સ્ક્રીપ્સ રીસર્ચ અને ULCAના વૈજ્ઞાનિકો સાથે હાથ મીલાવ્યો છે.

મહામારીના ફેલાવાને સમજવા માટેની નવી ટેક્નીક તૈયાર કરવા માટેના પ્રોજેક્ટ સાથે જોન્સ હોપકીંગ્સે હાથ મીલાવ્યો
મહામારીના ફેલાવાને સમજવા માટેની નવી ટેક્નીક તૈયાર કરવા માટેના પ્રોજેક્ટ સાથે જોન્સ હોપકીંગ્સે હાથ મીલાવ્યો
author img

By

Published : Jun 17, 2020, 4:31 AM IST

હૈદરાબાદ: એક તરફ જ્યારે વિશ્વના કેટલાક રીસર્ચ ઓર્ગેનાઇઝર કોરોના વાયરસ સામેની લડાઈમાં ફ્રન્ટ લાઇન પર લડી રહ્યા છે ત્યારે બીજી તરફ અમેરીકાની જોન્સ હોપકીંગ્સ યુનિવર્સીટીએ વર્તમાનમાં અને ભવિષ્યમાં કેવી રીતે અને શા માટે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે તે સમજવા માટેની નવી રીતો શોધી રહેલી સંગઠનો સાથે હાથ મીલાવ્યો છે.

આ યુનિવર્સીટીના પ્રોફેસર, ડૉ. લોરેન ગાર્ડનર કે જેમણે વિશ્વવિખ્યાત Covid-19 ટ્રેકીંગ એપ બનાવી છે તેઓ સ્ક્રીપ્સ રીસર્ચ અને UCLAના વૈજ્ઞાનિકો સાથે તેમના નવા સંશોધન બાબતે હાથ મીલાવવા જઈ રહ્યા છે. આ વૈજ્ઞાનિકો Covid-19નું ફેલાવાનુ ચોક્કસ કારણ જાણવા માટેની નવી રીતો શોધવા પર સંશોધન કરી રહ્યા છે.

એક અહેવાલ પ્રમાણે, વૈજ્ઞાનિકોની ટીમ આંતરરાષ્ટ્રીય એરલાઇન ટ્રાફિક, વિશ્વભરના હવામાનની તરાહ, નેશનલ ડેમોગ્રાફિક્સ અને સંક્રમીત દર્દીઓની જીનોમીક ઇન્ફોર્મેશનનો ઉંડાણપુર્વકનો ડેટાબેઝ વિકસાવવાનું આયોજન કરી રહ્યા છે. આ ડેટાબેઝ Covid-19ના ફેલાવા વીશે માહિતી આપવા માટે સક્ષમ હશે.

ઓનલાઇન વિઝ્યુલાઇઝેશન બનાવવાથી રાષ્ટ્રીય નેતાઓ અને લોકોને એ જણાવવામાં સરળતા રહેશે કે આ ચેપી રોગના ફેલાવામાં વિશ્વભરની જટીલ સીસ્ટમ કઈ રીતે જવાબદાર છે. આ અહેવાલ પ્રમાણે, આ ટીમના વૈજ્ઞાનિકો આશા રાખી રહ્યા છે કે આ નવી ટેક્નીકથી રાષ્ટ્રની સરકારોને Covid-19 નો વધુ મજબુતાઈથી સામનો કરવામાં મદદ મળશે અને તેઓ મહામારીથી ભવિષ્યમાં થનારા નુકસાનને ઓછુ કરી શકશે.

આ અભ્યાસ વિશે વાત કરતા લોરેન ગાર્ડનરે કહ્યુ હતુ કે, “આ પ્રોજેક્ટનો મહત્વપુર્ણ ઉદ્દેશ ચેપી રોગ કઈ રીતે ફેલાય છે અને તે લોકો પર કેવી રીતે અસર કરે છે તે વીશેની સામાન્ય સમજ ઉભી કરવાનો છે”

ગાર્ડનરે જણાવ્યુ હતુ કે, “અમે જીનોમીક્સ, ગતીશીલતા, આબોહવા, જમીનનો ઉપયોગ, પોપ્યુલેશન ડેમોગ્રાફિક્સ અને એપીડેમીઓલોજીકલ ડેટા સહિતના જુદા જુદા પરીબળોના આધારે Covid-19ના સંક્રમણ અને ફેલાવવાના જોખમને સમજવા માટેની નવી રીતોને શોધવા જઈ રહ્યા છીએ.”

આ પ્રોજેક્ટને નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ હેલ્થ તરફથી 1.3 મીલિયન ડોલરની ગ્રાન્ટ મળી છે તેમજ સ્ક્રીપ્સ રીસર્ચ ખાતેના ઇમ્યુનોલોજી અમે માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ક્રીસ્ટીઅન એન્ડર્સન આ પ્રોજેક્ટની આગેવાની કરશે.

એન્ડર્સને જણાવ્યુ હતુ કે, “એક મુશ્કેલી એ છે કે ચેપી રોગોનુ વિશ્લેષણ કરતી હાલની ટેક્ટનીક એ જાણવા માટે સક્ષમ ન હતી કે આ દરેક પરીબળો કેવી રીતે આંતરીક રીતે એક બીજા સાથે જોડાયેલા છે.”

UCLA ખાતેના બાયોસ્ટેટેટીક્સ એન્ડ હ્યુમન જીનેટીક્સના પ્રોફેસર અને થર્ડ કોલોબ્રેટર, માર્ક સુચર્ડે જણાવ્યુ હતુ કે, “આ ટેક્નીક આપણને માત્ર આ પ્રકારના જાહેર સ્વાસ્થ્યના ઉપાયો કારગત છે કે નહી તે સમજવામાં જ નહી પરંતુ જુદી જુદી પરીસ્થીતિ હેઠળ કેવી રીતે ફેલાય છે તે સમજવામાં પણ મદદ કરે છે.”

આ પહેલા જોન્સ હોપકીંગ્સ સીવીલ એન્ડ સીસ્ટમ્સના પ્રોફેસર ગાર્ડનરે વિશ્વવિખ્યાત Covid-19 ટ્રેકીંગ એપ વિકસાવી છે. તેમની સાથે એન્ડર્સન અને અન્ય વૈજ્ઞાનિકો આ ડેટાનો ઉપયોગ કરીને વાયરસમાં પરીવર્તન અથવા તેના આનુવાંશીક ક્રમમાં થતા ફેરફારનો અભ્યાસ કરે છે જે બતાવે છે કે વાયરસ કેવી રીતે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સ્થળાંતરીત થયો છે.

એ નોંધવુ જરૂરી છે કે સંશોધકો Covid-19ના રીસર્ચ ડેટાબેઝ માટે એકઠા કરેલા અને શેર કરેલા દર્દીના વાયરસ જીનોમી સીક્વન્સના જીનોમીક ડેટાને ટેપ અને મેપ કરવાનું આયોજન કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.