નવી દિલ્હીઃ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ (HRD) મંત્રાલયે મંગળવારે જેઇઇ (JEE) અને નીટ (NEET)ની પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી છે. આ પરીક્ષાઓ જુલાઇમાં આયોજીત થશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું કે, જેઇઇ મેન પરીક્ષા 18થી 23 જુલાઇની વચ્ચે યોજવામાં આવશે, તો નીટ 2020 પરીક્ષા 26 જુલાઇ 2020ના દિવસે આયોજિત કરવામાં આવશે.
આ ઉપરાંત તેમણે કહ્યું કે, આવતા એકેડેમિક સત્રના સિલેબ્સમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE)ની પરીક્ષાઓને લઇને જલ્દી જ નિર્ણય લેવામાં આવશે.
કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન ડૉ. રમેશ પોખરિયાલે વિદ્યાર્થીઓ સાથે ઑનલાઇન સંવાદમાં પણ પરીક્ષાઓની તારીખો સહિત અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી હતી.