અનુભવ અને પરિસ્થિતિઓ કોઇની જીંદગીમાં એવુ પરીણામ લઇ આવે છે જે તેને પણ ક્યારેય વિચાર્યુ નહી હોય. ટોંચની રાજકીય નેતા જે. જયલલિતાની કહાની એવું જ એક ઉદાહરણ છે, જે દુનિયાને પ્રેરણા આપે છે. તેના સમયની હિરોઇન સિવાય, તેઓએ તમિલનાડુના મુખ્યપ્રધાન તરીકે પણ કામ કરી અને સેવા કરી છે.
સમય ગયો અને તેને સારો બનાવ્યો, ક્યારેય પાછળ ન જનાર જયલલિતા ઘરે જઇને દરવાજો બંધ કરીને રોવાની રાહ જોઇ રહી હતી. તેના આંસુ હવે સુકાઇ ગયા હતાં. એક સરકાર તરીકે અભિનેત્રીએ 14 વર્ષ સુધી સારૂ શાસન ચલાવ્યું જે તેની મિસાલ બની. જ્યારે તેના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો ત્યારે તેના સમર્થનમાં આંદોલન કરનારનો દરિયો ઉમટી પડ્યો હતો.
68 વર્ષની અત્રિનેત્રીની મૃત્યુએ લોકોને આઘાતમાં ધકેલી દીધા હતાં. તેના ધરની તરફ આગળ જનારા લોકોની ટ્રાફીકને કારણે પોલીસ પણ તૈનાત કરવી પડી હતી. લોકો રડ્યા, કેટલાક લોકોના આંસુ સુકાઇ ગયા, કેટલાક લોકોની દર્દનીય એ ચીંસો. તે એક જાદુ જ હતો. તે અમર આત્મા આજે પણ ઘણાના દિલમાં રહેલ છે. ટોંચની રાજકીય નેતા ઉપરાંત અભિનેત્રીમાં પણ તેની ખુબસુરતી અને શાનદાર પર્ફોમન્સના કારણે તેના એક્ટિંગનું લેવલ એક ઉંચાઇ સર કરી લીધુ હતું.
બાળપણમાં જયા ઘણી શરમાળ હતી અને અજાણ્યા લોકો સાથે વાત પણ કરતી ન હતી. તેને 6થી 10 વર્ષની ઉંમરમાં તેના નાના-નાનીને ત્યાં રહેવુ પડ્યુ હતું, કારણ કે માં એક્ટર હતી અને તેની પાસે સમય ન હતો.
એક ઇન્ટરવ્યુમાં જયલલિતાએ જણાવ્યું છે કે, જ્યારે શક્ય હોય ત્યારે તેની માં તેને મળવા બેંગ્લોર આવતી હતી. તે સમયને યાદ કરતા તે કહેતી હતી કે, તે જ્યારે જતા રહેતા ત્યારે હું રડ્યા કરતી. જેને જોઇને તે મને સુવડાવી દેતી હતી અને તે સમયે હું તેની સારીનો એક છેડો પકડીને સુતી હતી, ત્યારે તેને લાગતું હતું કે તેનુ ત્યાંથી જવું મુશ્કેલ છે, ત્યાં સુધીમાં તે સાડીનો છેડો છોડાવી લેતી હતી અને તેની જગ્યા મારી માસી લઇ લેતા હતાં, ત્યારે હું તેને નોટિસ ન કરતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સમય અને પરિસ્થિતિ જીંદગીને બધુ શીખડાવે છે. તે જ છોકરી જેને એક્ટિંગમાં રસ ન હતો, તેને તેના પરિવારની પરિસ્થિતીને કારણે આ ફિલ્ડને પસંદ કરવી પડી હતી, ત્યારબાદ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારી અભિનેત્રી બની .
જયલલિતાના ફિલ્મની સફર પર આધારિત એક બાયોગ્રાફિકલ ફિલ્મ 'થલાઇવી' બની રહી છે. એક્ટર કંગના રૈનોત આવનારી ફિલ્મમાં જયલલિતાનું પાત્ર કરી રહી છે. એ.એલ.વિજય દ્વારા ડાયરેક્ટ કરેલી ફિલ્મ દેશના સિનેમામાં 20 ફેબ્રુઆરી 2020ના રોજ રિલીઝ થશે.