શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના સોપારમાં સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદીઓએ હુમલો કર્યો છે.
જમ્મુ કાશ્મીરના પોલીસ ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે, સોપારના મૉડલ ટાઉનમાં આતંકવાદીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ કરતી પાર્ટી પર હુમલો કર્યો છે. આ હુમલામાં 4 સીઆરપીએફ જવાન સહિત એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયા છે.
આતંકી દ્વારા કરવામાં આવેલા હુમલામાં CRPF (Central Reserve Police Force)ના 4 જવાન ઘાયલ થયાં છે, તો એક નાગરિક પણ ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘાયલ જવાન અને નાગરિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
જે વિસ્તારમાં હુમલો થયો તેને ચોતરફ ઘેરી સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.