મીડિયા સાથે વાત કરતા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે," હવે કોંગ્રેસ પક્ષમાં પણ તેમનું મહત્વ રહ્યું નથી. જેથી આ પ્રતિક્રિયા આપવાની શું જરૂર છે? અમે મુંબઈ હુમલા પછી તેમની માનસિકતા જોઈ છે. ત્યારથી તેઓ આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે"
દેશમાં આર્થિક સંકટ અંગે કેન્દ્રીય પ્રધાન જાવડેકરે દાવો કર્યો હતો કે, " દેશમાં ક્યાંય મંદી નથી. સરકાર અર્થવ્યવસ્થાને મજબૂત કરવાના પ્રયાસો કરી રહી છે. અર્થવ્યવસ્થાના મૂળ તત્વો મજબૂત છે. કોઈ સંકટ નથી. દરેક સમસ્યાનું નિરાકરણ લઇ આવવાની કોશિશ થઈ રહી છે"
દેશમાં અર્થવ્યવસ્થા ખરાબ હોવા છતાં હાઉડી મોદી કાર્યક્રમના આયોજન માટે કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી હતી. આ અંગે જાવડેકરે પ્રતિક્રિયા આપી હતી કે, "વડાપ્રધાન મોદી જેવી લોકપ્રિયતા મેળવવાની કોંગ્રેસને તક નથી મળતી એ માટે આવા આરોપો લગાવે છે."