પટના (બિહાર): બિહારમાં વિધાનસભા ચૂંટણીની તારિખ જાહેર થઇ છે. ત્રણ ચરણમાં યોજાનારી આ ચૂંટણીનું પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર થશે. જન અધિકાર પાર્ટના અધ્યક્ષ પપ્પૂ યાદવ સાથે ઇટીવી ભારતે ખાસ વાતચિત કરી હતી. ત્યારે પપ્પૂ યાદવે વડાપ્રધાન અને નીતીશ કુમાર પર પ્રહાર કર્યા હતા.
વધુમાં તેમને જણાવ્યું કે, જમીન વેચી મેં લોકોની મદદ કરી છે. શરીરમાં ઇન્ફેક્સન છતા હું હંમેશા લોકોની વચ્ચે રહ્યો છું. છેલ્લા બે વર્ષથી બિહારના લોકો મુસીબતમાં હતા ત્યારે તેમની મદદ કરવા કોઇ આવ્યું નહોતું. હું એકલો જ બિહારના લોકો સાથે ઉભો હતો. પપ્પૂ યાદવે કહ્યું કે મને દરેક જાતીનું સમર્થન છે.
વધુમાં યાદવે ઉમેર્યું કે, રાજનીતિમાં કોઇ વોટકટવા છે કે નહીં તે તેનું ચરિત્ર દર્શાવે છે. જ્યારે નીતીશ કુમારથી મોટા કોઇ વોટકટવા નથી.