પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ): કોરોના મહામારીના કારણે દેશભરમાં લોકડાઉન લાગું કર્યા બાદ બહારના જમાતીયો પર પોલીસે લોકડાઉન ઉલ્લંઘન કરવા મામલે કાર્યવાહી કરી હતી. જેમાં 16 વિદેશી જમાતીઓ સહિત 30 અન્ય જમાતીયોને શાહગંજ પોલીસે 21એપ્રિલે કલમ 188,269,270,271,120 B, IPC, 3 માહમારી અધિનિયમ 1897, 14 B, 14 C વિદેશીયો વિષયક અધિનિયમ 1946માં કાર્યવાહી કરતાં જેલમાં ભેગા કર્યા હતા. આ મામલે સુનાવણી કરતાં જિલ્લા મેજિસ્ટ્રેટે તમિલનાડુ અને કેરળના જમાતીયોની જામીન અરજીનો સ્વીકાર કરતાં જેલમાંથી છોડવાનો આદેશ કર્યો છે.
જમાતિયો મળશે જામીન
માહિતી આપતાં જિલ્લા અદાલતના એડવોકેટ એસ.એન.નસિમે જણાવ્યું હતું કે, પ્રયાગરાજના જમાતિયો ખ્વાજા સાબી ઉદ્દીન, ડૉ.મસીઉલ્લાહ ખાન, મોહમ્મદ અહેમદ, મોહમ્મદ તારિક, મો. વસીમ, રિઝવાનુલ હક, મોહમ્મદ મુસ્તફા અને અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રો. મો શાહિદના જામીન 2 જૂનના રોજ સેશન્સ કોર્ટે સ્વીકાર્યા હતા.
પોતાના વતન પરત ફરશે જમાતી
જિલ્લા એડવોકેટે જણાવ્યું હતું કે, જિલ્લા અદાલતે થાઇલેન્ડના 11 સભ્ય જમાતીયોના જામીનની સાથે નિઝામુ્દ્દીન અને કેરળના રશિદના જામીનની દલીલ સાંભળીને મેજિસ્ટ્રેટ જેએમ ચતુર્થે સ્વીકારી હતી. ત્યારબાદ કોર્ટે બંને જમાતીઓને જેલમુકત કર્યા હતા.
તો, બીજી તરફ આ કેસમાં અદાલતમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં આ બંને પક્ષોના જમાતિયો વિરુદ્ધ વિદેશી અધિનિયમ મુજબ તેમને જામીન પર છોડવામાં આવ્યા છે.