કોંગ્રેસના સદસ્ય જિમ બૈક્સને બુધવારના રોજ US કેપિટોલમાં પશ્વિમ એશિયા ફોરમ દ્વારા આયોજીત એક કોન્ફરન્સને સંબોધિત કરતા આ નિવેદન આપ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સાઉથ એશિયા લઘુમતી એલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું હતું.
સાંસદે કહ્યું કે, જમાત-એ-ઈસ્લામી એક હિંસક સમૂહ છે. જે લઘુમતી ખ્રિસ્તીઓ, હિન્દુઓ, બોદ્ધ અને અહમદીઓ વિરુદ્ધ હિંસક કૃત્યોને અંજામ આપે છે.
ભારત તરફથી રિપબ્લિકન સાંસદે કહ્યું કે, 'કાશ્મીરમાં સૌથી વધુ થતી હિંસાનો સબંધ જમાત-એ-ઈસ્લામી અને તેમની સાથે જોડાયેલ આતંકવાદી સંગઠનો સાથે છે'