અમરાવતી: આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન વાય.એસ. જગન મોહન રેડ્ડીએ સોમવારે કહ્યું હતું કે, કોરોના વાઇરસનો ખાત્મો કરી શકતો નથી અને સંક્રમણને રોકવા માટે પૂરતી સાવચેતી રાખીને "આપણે તેની સાથે રહેવું પડશે". ટેલિવિઝનના દ્રારા રાજ્યના લોકોને સંબોધન કરતા તેમણે કહ્યું હતું કે, રોગના ફેલાવાને રોકવા માટે વાઇરસની રસી એક વર્ષ કે તેથી વધુ વર્ષ પછી વિકસિત કરી શકાય છે અને ત્યા સુધી વાઇરસના સંક્રમણને રોકવા માટે "સામૂહિક અંતર"નો રાખવું એજ એક માત્ર વિકલ્પ છે.
તેમણે લોકોને અપીલ કરી કે, સોસિયલ ડિસટન્સના નિયમોનું પાલન કરે કારણ કે આ સંક્રમણને રોકવાનો એક માત્ર આજ રસ્તો છે. વાઇરસના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 1177 લોકોને સંક્રમિત થયા છે અને 31 લોકોનાં મોત નીપજ્યાં છે. તેમણે કહ્યું કે, "કોરોનાને અછૂતની જેમ નહીં જોવું જોઇએ, લોકોને તેવું મેહસૂસ કરવાની જરૂર નથી કે તેની સાથે દરેક વસ્તુ બર્બાદ થઇ ગઇ. આ એક સામાન્ય તાવની જેમ છે.’